________________ (108) કાવ્ય દાહન 0-12-0 સુરતી, ખેદ પામતી મલયાસુંદરી વિશેષ સાવચેતીમાં આવી વિચારવા લાગી કે, એકવાર હું પિતાજીને વિજ્ઞપ્તિ કરૂં કે, મારે શું અપરાધ છે. ? ત્યાર પછી મારા ભાગ્યમાં જેમ હશે તેમ થસે. એમ ધારી, વેગવતી દાસીને બોલાવી, પિતાને અભિપ્રાય જણાવ, રાજા પાસે મોકલી. વેગવતી રાજા પાસે આવી, હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગી કે, મહારાજા ? મલયાસુંદરી, મારી મારફત કહેવરાવે છે કે મેં આપને શું અપરાધ કર્યો છે તે આપ જણાવશે. મારા અપરાધની મને ખાત્રી થશે તે, અવશ્ય મરવા પહેલાં મને સંતોષ થશે કે, પિતાજીએ મારા અપરાધને બદલે આપે છે. વળી આપે મને, મારી નાખવા માટે કેટવાળને હુકમ આપ્યો છે તે, જે આપની આજ્ઞા હોય તે, હું એક વખત આપનાં, અને મારી માતાનાં દર્શન કરવા અને છેલ્લી ભેટ કરવા માટે આવું. આ વાત પણ આપને સંમત ન હોય તે તે ત્યાં રહીને જ આપને, ચંપકમાલા માતાને, અને ઓરમાન માતા કનકવતી આદિ સર્વને છેલ્લે નમસ્કાર કરે છે. " રાજાએ રેષ કરી જણાવ્યું " અરે ! પાપિણી છે કરી ? નહિ કરવા લાયક કાર્ય કરીને મારી પાસેથી અપરાધ ? જાણવા માગે છે. અહા ! સ્ત્રીઓને ગુઢ અભિપ્રાય ! શી કપટ પ્રવીણતા ! પરને પ્રતીતિ કરાવનારાં કેવા તેનાં મધુર વાક ! . અરે દાસી ! મને તેના પ્રણામની કાંઈ જરૂર નથી. હૃદયમાં વિષતુલ્ય પણ મુખે અમૃત સરખાં, તેનાં વચને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust