________________ 92 વર્તન માટે નવરંગપુરામાં રહેતા બારામતીવાળા શ્રી શંકરલાલ જેઠાલાલના પરિવાર તરફથી તેમજ પા. 45 સોસાયટીમાં રહેતા શ્રી રાખવચંદજી ગાલાલજીની પણ આગ્રહપૂર્વકની વિનંતિ થયેલ. પૂ પાદ આ. ભ. શ્રીએ શ્રી રીખવચંદજીની વિનંતિને સ્વીકાર કરતાં, કા. સુદિ પૂર્ણિમાના શુભ દિવસે પૂ.પાદશ્રી સપરિવારંવાજતે ગાજતે તેમના નિવાસસ્થાને પધારેલ, વિશાલ મંડપમાં પૂ. પાદશ્રીએ બિરાજમાન બનીને મંગલ પ્રવચન કરેલ. તેમના તરફથી સંઘ પૂજન થયેલ. ચાતુર્માસમાં જુદી જુદી ભાવિક વ્યક્તિઓ તરફથી અનેક વખત સંઘપૂજને થયેલ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પટના દર્શનાર્થે પૂ.પાદથી સપરિવાર સંઘ સાથે તેમના નિવાસસ્થાને પધારેલ. સંઘ સાથે સામુહિક ચૈત્યવંદન આદિ કરેલ. શ્રી સંઘની વિનંતિથી પૂ.પાદશ્રીની સ્થિરતા મન એકાદશી સુધી નિશ્ચિત થયેલ. તે દરમ્યાન માગ. સુદિ ૩ના શુભ દિને પૂ.પાદ આ. મ.શ્રી આદિ મુનિ ભગવંતની શુભ નિશ્રામાં ઈદ્રોડાવાળા શ્રી ફકીરચંદ મણિલાલ તરફથી શ્રી અષ્ટાપદજીની મહા પૂજા ભણવાયેલપૂજા ભણાવવા માટે શ્રી આરાધક મંડળ આવેલ. માગ. વદિ ૩ના પૂ.પાદ આ. ભગવંતશ્રી આદિ મુનિ ભગવંત શ્રી શાંતિનગરથી વિહાર કરીને ઉસમાનપુરા પધાર્યા હતાં. ત્યાં તેઓશ્રી વ. 9 સુધી રોકાયેલ. પૂ. પાદશ્રીના મનનીય પ્રવચનેને શ્રી સંઘે સુંદર લાભ લીધેલ. માગશર સુદિ ૮ના શુભ દિવસે કેશવનગર-સુભાષ પુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust