________________ થયેલ. જેઠ સુ. ૧ના શ્રી હસ્તિગિરિજી તીર્થની યાત્રા કરીને પૂ. પાદશ્રી પાલીતાણા પધારેલ, અમદાવાદ શાંતિનગરના સંઘની ચાતુર્માસાથે આગ્રહપૂર્વકની વિનંતિને પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ શ્રીમદુની આજ્ઞાનુસાર શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં સ્વીકાર થયેલ, જેથી પાલીતાણથી પૂ.પાદશ્રીએ સપરિવાર અમદાવાદ તરફ વિહાર જેઠ સુ. પાંચમના કરેલ. F રાજનગરનાં આંગણે અનુમોદનીય આરાધના પૂ.પાદશ્રીએ ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવર, તપસ્વી મુ. મ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુ. મ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. તથા પૂ. મુ. મ. શ્રી યશકીતિવિજયજી મ. પરિવાર સાથે પાલીતાણથી વિહાર કરી, રતનપુર, ઘણવદર, સસરા, ઉમરાળા, વલ્લભીપુર થઈને બરવાળા પધારેલ, બાદ તેઓશ્રી ધંધુકા, તગડી, ગુંદી, કઠ, બાવળા થઈને સરખેજ પધારતા, શ્રી શાંતિનગર સંઘના ભાઈઓ વંદનાથે આવેલ. ત્યાંથી સેપેર પધારતાં ખંભાતનિવાસી શ્રી શાંતિલાલ રતનચંદ ઝવેરી તરફથી સામૈયું થયેલ, વ્યાખ્યાનમાં તેઓના તરફથી સંઘપૂજન થયેલ. જેઠ સુ. ના તેઓશ્રી સપરિવાર ઉસમાનપુરા પધારેલ, ને જેઠ વદિ ને મના શુભ મુહુર્ત શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust