________________ પૂ આ.મ.શ્રીના શરીર સ્વાથ્યની શાતા પૂછવા તેઓની સ્થિરતા દરમ્યાન ત્રણ વખત પધારેલ. આ અગાઉ મુંબઈ નિવાસી શાહ શિવજી વેલજીના ધર્મપત્ની ઝવેરબેન તરફથી જીવન દરમ્યાન આરાધેલ તપ, ધર્માનુષ્ઠાન તથા અનેકવિધ સુકૃતની અનમેદનાથે મહા સુદી ૩થી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિક મહોત્સવનું કેરાવાળાની ધર્મશાળામાં ભ.શ્રી સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં ભવ્ય આયેાજન થયેલ. સુદ ૧૧ના ઠાઠથી શાંતિસ્નાત્ર ભણાવાયેલ. પૂ.પાદ આ. ભગવંતશ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે વિ. સં. ૨૦૩૬નું ચાતુર્માસ નગીનભાઈ જૈન પૌષધશાળાના ટ્રસ્ટીઓની વિનંતિથી નિશ્ચિત થયેલા ચાતુર્માસ દરમ્યાન વિવિધ પ્રકારની આરાધનાઓ પૂ.આ. શ્રીની શુભ નિશ્રામાં થયેલ. ચાતુર્માસ બાદ માગશર સુદિ ૯ના પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની શુભ નિશ્રામાં મુંબઈ નિવાસી શાહ શિવજી વેલજી તથા પાટણ નિવાસી મણિલાલ સરૂપચંદ તરફથી શ્રી ચારૂપજી તીર્થને સંઘ નીકળેલ. તીર્થમાં પૂજા, સાધર્મિક વાત્સલ્ય તથા વ્યાખ્યાનમાં સંઘપૂજન થયેલા. પૂ.પાદશ્રી આચાર્ય ભગવંત સપરિવાર પાટણ પાછા પધારેલ. પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં મૌન એકાદશીની આરાધના સુંદર રીતે ઉજવાયેલ. માગશર વદિ ૧૩ના પૂ.પાદશ્રી સપરિવાર વાંસા જૈન સંઘ તથા શ્રી વિરચંદ ચેથાલાલ પરિવાર તરફની આગ્રહપૂર્વકની વિનંતિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust