________________ આગ્રહપૂર્વકની વિનંતિથી ને પિતાના પરમ ગુરુદેવ શ્રીમદની પરમ તારક શુભ નિશ્રામાં ચાતુર્માસ કરવાની પ્રબળ ભાવનાથી તેઓ શ્રીમદનું આ ચાતુર્માસ સુંદર રીતે પૂર્ણ થયેલ. વિ. સં. ૨૦૩પના ચાતુર્માસ બાદ પૂ.પાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિ. સં. ૨૦૩૬ના માગશર વદિ ૬ના અમદાવાદ તરફ વિહાર થયેલ ને પૂ.પાદ આ. ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીની શારીરિક અસ્વસ્થતાના કારણે સપરિવાર તે દરમ્યાન પાટણમાં સ્થિરતા થઈ. વિ. સં. ૨૦૩૫ના ચાતુર્માસમાં પૂ. આ.મ.શ્રીને સાઈટીકા થયેલ જે દર્દ વધતાં તેઓશ્રીના પગની પણ તકલીફ વધેલ. ચાતુર્માસમાં પૂ.પાદ આ. મ.શ્રીને 10 તિથિના ઉપવાસ ચાલુ હતા. ને મહા વદિ ૧૧ના તેઓશ્રી ડંખ મહેતાના પાડાના જિનાલયમાં દર્શનાર્થે ગયેલ. તેઓશ્રીની સાથે પરમ વિનેયી પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મ.શ્રી હતા. ને દર્શન કરીને પાછા વળતાં પગથિયા ઉતરતાં પગ લપસતાં પડી ગયેલ. છેલ્લા 6 મહિનાથી પગે સાઈટીકાનું દર્દ થયેલ તે કારણે પગનું સમતોલપણું ન રહેતાં પડેલ. ને ડાબા પગના સાથળનું હાડકું ભાંગી ગયેલ. જનતા હોસ્પિટલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ છે. દિનુભાઈ પટેલે ઓપરેશન કરેલ. હોસ્પિટલના સ્થાનિક સર્જન ડો. સેવાભાવી સુભાષભાઈની ટ્રીટમેન્ટથી પૂ.પાદ આ.મ.શ્રીના સ્વાધ્યમાં સારે સુધારે થયેલ. પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ આ ભગવંતશ્રી સપરિવાર પાટણ પધારતાં હોસ્પિટલમાં પધારેલા ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust