________________ '80 ચાતુર્માસ બાદ પૂ.પાદકી પિતાના શિષ્યરત્ન પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. પંન્યાસજી મ.શ્રી ભદ્રાનનવિજયજી ગણિવર, પૂ. તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ. તથા પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્રવિજયજી મહારાજશ્રી પરિવારસહ વિહાર કરીને સાદીયા તીર્થમાં પધારેલા. શ્રી રતલામ સંઘ તરફથી ત્યાં સાધર્મિક વાત્સલ્ય થયેલ. ત્યાંથી તેઓશ્રી વામનેદ પધારેલ. અંગે પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદની શુભ પ્રેરણાથી ભ. શ્રી શીતલનાથજીના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ ને વિ. સં. ૨૦૩૧ના માહ મહિનામાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. અત્રે પણ સાધર્મિક વાત્સલ્યનું આયોજન થયેલ. પૂ પાદશ્રી સપરિવાર લાના, પીપલેદથઈને નીર પધારેલ. શ્રી સંઘ તરફથી સામૈયુ થયેલ. અત્રેના જિનાલયનો જીર્ણોદ્ધાર પૂ.પાદશ્રીના શુભ પ્રેરણાથી થયેલ, ત્યાંથી પાદશ્રી મહુઅર પધારેલ. અત્રે શિક્ષક શ્રી રેશનલાલજીની લાગણીથી ને પૂ પાદ આ. મ.ની તથા તેઓ શ્રીમદના શિષ્યરત્ન પૂ. ઉપા. મ.શ્રીની શુભ પ્રેરણાથી ભ. શ્રી શાંતિનાથજીના ભવ્ય પ્રતિમાજી ગૃહ જિનાલયમાં બિરાજમાન કરાયેલ. - ત્યાંથી પૂ પાદશ્રી સપરિવાર પ્રતાપગઢ પધારેલા. પૂ પાદ શ્રીના પ્રવચને હીંદી ભાષામાં નિયમિત થતાં, શ્રી સંઘે ખૂબ જ ઉલાસભેર લાભ લીધો હતે. બાદ મેવાડના તીર્થોની ચિત્તોડ, કરેડા પાર્શ્વનાથ આદિની યાત્રા કરીને પૂ.પાદશ્રી રાજસ્થાનમાં પધારેલ. ને રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થોની તેઓશ્રીએ સપરિવાર . ઉલ્લાસપૂર્વક યાત્રાઓ કરી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust