________________ 79 શ્રી સંઘે પૂ.પાશ્રીને ચાતુમાસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરેલ. પણ પૂ. પાદશ્રી સપરિવારનું ચાતુર્માસ રતલામ શ્રી : સંઘની ખૂબ આગ્રહપૂર્વકની વિનંતિથી શ્રી પાવાપુરી મહાતીર્થમાં જ નિશ્ચિત થયેલ. ચૈત્ર સુદિ ૧૫ના પૂ. પાદશ્રી સપરિવાર સતનાથી વિહાર કરીને કરની થઈને વૈ. સુ. ૧ના જબલપુર પધારેલા ત્યાં પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદનાં શિષ્યરત્ન પૂ. મુનિરાજ ભદ્રાનનવિજયજી ગણિવરશ્રીને પૂ.પાદ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમદની આજ્ઞાનુસાર વૈ. સુદ પંચમીના શુભ મુહૂર્ત પંન્યાસપદ પ્રદાન થયેલ. શ્રી જબલપુર સંઘે તથા મુંબઈનિવાસી શ્રાદ્ધવર્ય શ્રી રસિકભાઈ ત્રિકમલાલે તેમજ શ્રાદ્ધવર્ય શ્રી હસમુખલાલ શીખવચંદ ઝવેરીએ આ પ્રસંગને ઉદારતાપૂર્વક ઉજવેલ. , . પૂ.પાદથી સપરિવાર ત્યાંથી હોશિંગાબાદ, પાલ, દેવાસ, ઉજજૈન, વડનગર થઈને રતલામ પધારેલ. તેઓ શ્રીમદને વિ. સં. ૨૦૩૪ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદિ ૩ના મહોત્સવપૂર્વક થયેલ. રતલામના આ પ્રભાવક ચાતુર્માસમાં પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની શુભ નિશ્રામાં જૈન શાસનની શાનદાર પ્રભાવના થયેલ. ચાતુર્માસની આરાધના–પ્રભાવનાની અનુમોદનાર્થે તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજશ્રીની 88 મી વર્ધમાનતપની ઓળીની આરાધના નિમિત્તે શ્રીસંઘ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજનપૂર્વક શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust