________________ 78 દશમી–ભ.શ્રી પાર્શ્વનાથસ્વામીના જન્મ કલ્યાણકની આરાધના નિમિત્તે તેઓશ્રીના તીર્થધામમાં પણ માગશર વદિ ૯-૧૦૧૧ને અઠ્ઠમ તપ કરેલ. શ્રી નાગેશ્વરજી તીર્થમાં તેમજ શ્રી - સમેતશિખરજી મહાતીર્થની યાત્રાળે વિ. સં. ૨૦૩૩ના કા. સુદ 1 પધારેલ, ત્યારે પણ તેઓ શ્રીમદે અઠ્ઠમ તપની આરાધના કરેલ. વિ. સં. 2034 મહા સુદિ ૧૩ના શુભ મુહૂર્ત પૂ.પાદ આચાર્ય ભગવંતનાં વરદ્ હસ્તે શ્રી પાવાપુરી મહાતીર્થમાં નૂતન વિશાળ જિનાલયમાં મૂળનાયક ભગવાન શ્રી મહાવીર દેવની 61 ઈચના પ્રતિમાજીની તથા આજુબાજુ પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામિજીના 53 ઈંચના ને પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામિજીના 53 ઈચના પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક કરવામાં આવેલા જિનાલય બંધાવવાને તથા પ્રતિષ્ઠા મહોત્સવને લાભ મુંબઈનિવાસી ઉદારદિલ શ્રી મંગલદાસ માનચંદભાઈએ લીધેલ. શ્રી માનચંદ દીપચંદભાઈના પરિવાર તરફથી આ અવસરે પુણ્ય પ્રસંગને મહાન લાભ લેવાયેલ. , પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રી સપરિવાર પાવાપુરી તીર્થથી માહ વ. ૧ના વિહાર કરીને ક્રમશઃ રાજગૃહી, ગયા, બનારસ, મીરજાપુર, રેવા આદિ થઈને વાજતે-ગાજતે સતના શહેર પધારેલ. શ્રી સંઘે પૂ. પાદશ્રીની શુભ નિશ્રામાં વ્યાખ્યાન વાણીને સુંદર લાભ લીધેલ. નિયમિત રીતે પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદનાં પ્રવચને મહાવીર પ્રવચન હોલમાં થતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust