________________ ગણિવરશ્રીની આ કૃતિ મધુર, મનોમુગ્ધકર, બોધક તથા સરલ છે. આ કથાગ્રંથને યથાર્થ રસાસ્વાદ તે જેઓને સંસ્કૃત ભાષાને બેધ છે, તેઓ જે આ મૂળ ગ્રંથને વાંચે તે ખરેખર ગ્રંથ રચયિતાની જ્ઞાન–અલ્પજ્ઞાની તથા બાલજીને પણ બોધક તથા પ્રેરણાદાયી સદુપદેશ આપવાની તથા અનેકાનેક પ્રસંગે દ્વારા સંસારનું યથાર્થ સ્વરૂપ આલેખવાની તેમજ ધમને મહિમા ઉબેધવાની અદ્દભુત શક્તિ, ભાષાશૈલી તથા મુમુક્ષુ આત્માઓને બોધ આપવા માટેની તેઓશ્રીનાં હૃદયમાં રહેલી અપાર કરૂણાને તેઓને ખ્યાલ આવ્યા વિના નહિ રહે ! પ્રસ્તુત પ્રકાશનનું પૂજ્યપાદ પરમગુરૂદેવશ્રીની કૃપાદ્રષ્ટિથી જ મારાથી યથાશક્ય સંપાદન થઈ શક્યું છે, તે બધે ઉપકાર તેઓશ્રીને છે. હું તે યત્કિંચિત્ તેઓશ્રીની ચરણરજ છું. તદુપરાંત મારા પરમ ઉપકારી વાત્સલ્યમૂર્તિ અનન્ય વૈયાવચ્ચગુણી સ્વર્ગસ્થ પૂ.પાદ પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિ વરશ્રીને મારા ઉપરના તે અમાપ ઉપકારને હું કેમ ભૂલી શકું? મારા પરના તેઓ શ્રીમદુના ચિરસ્મરણીય અમાપ ઉપકારને હું જીવનભર કદિયે ભૂલી શકું તેમ નથી. તેઓશ્રી મારા માટે તથા પૂ.પાદ ગુરૂદેવશ્રી માટે શિરછત્ર તેમજ વાત્સલ્ય અને પ્રેરણામૂર્તિ હતાં. સરલ, વિનમ્ર ને સહુદય તેઓશ્રીની પ્રકૃતિ, મધુર, ભાવુક ને સર્વજનહિત માટે સતત ઉદ્યમશીલ હતી. તેઓશ્રી પિતાના નિમળ, સંયમી જીવનની સુવાસ દ્વારા સ્વ તથા પરનું શ્રેય સાધીને કૃત્યકૃત્ય બન્યા છે. તેઓશ્રીના પરમપુનિત આત્માને કેટિ કોટિ વંદના હે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust