________________ - પરમ તારક શ્રી વિજય દાન-પ્રેમ-રામચંદ્ર-કનચંદ્રસૂરીશ્વર સદ્દગુરૂભ્ય નમઃ ઈ સં થા દ કી ય છે પૂજ્યપાદ પરમ કૃપાળુ પ્રશાંતમૂતિ' પરમોપકારી પરમ પુરૂદેવશ્રીની પુણ્ય કૃપાથી “કયારત્ન મંજૂષા' ભાગ પ્રથમની તૃતીયાવૃત્તિ સંશોધિત-સંસ્કારિત થઈને આજે પ્રસિદ્ધ થઈ રહી છે. આજથી વર્ષો અગાઉ પ્રથમ ભાગની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ થયેલ. ત્યાર બાદ થોડા જ સમયમાં પછી બીજો ભાગ સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ. આ રીતે બે ભાગમાં નવપલવમય ધન્યચરિત્ર ગ્રંથ પૂર્ણ રીતે અત્યાર અગાઉ પ્રકાશિત થયેલ છે. પૂ.પાદ પોપકારી ગુરૂદેવશ્રીની પ્રેરણા તથા પ્રેત્સાહનથી આ બન્ને ભાગેનું અત્યાર અગાઉ બીજી આવૃત્તિરૂપે ને ત્યાર બાદ તથા પ્રસ્તુત સંસ્કારિત સંવર્ધિત પ્રથમ ભાગની તૃતીયાવૃત્તિનું સંપાદન મારા હાથે આજે થઈ રહેલ છે. મૂળ “ધન્યચરિત્ર” ગદ્યના ભાવાનુવાદને જાળવીને તેનું રૂપાંતર આ પ્રકાશનમાં પૂજ્ય ગુરૂદેવશ્રીએ સંકલિત-સંજિત કરીને તૈયાર કરેલ છે. તેને યથામતિ-શક્તિ સંપાદન કરીને વાચકવગ સમક્ષ આજે હું રજુ કરી રહેલ છું. વિ.ના ૧૮મા શતકમાં થઇ ગયેલ જૈનશાસન પ્રભાવક પૂજ્ય પંડિત પ્રવર ઉદ્યોતસાગરજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust