________________ પ્રેરણા સહાયક બની. વિરક્ત કલ્યાણભાઈએ ખંભાત (સ્તંભન તીર્થમાં) વિ. સં. ૧૯૮૩માં 11 વર્ષની નાની વયમાં સંઘપતિ ધર્મપ્રેમી ઉદારચરિત શેઠશ્રી કસ્તુરચંદ અમરચંદના ઘર આંગણેથી વાજતે ગાજતે નીકળીને પૂ.પાદ ગચ્છાધિપતિ સકલાગમ રહસ્યવેદી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ.શ્રીના વરદ હસ્તે વૈશાખ સુદિ ૧૧ના પ્રભુશ્રી મહાવીરદેવના તીર્થસ્થાપનના મંગલ દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જેઠ સુદિ ૧૩ના તેઓશ્રીની વડી દીક્ષા થઈ. ડી પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ પરમ વાત્સલ્યસિંધુ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીના પરમ ગુરુદેવ પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તેઓશ્રીને પરમ તારક ગુરુદેવ આ ત્રણે જૈન શાસનપ્રભાવક મહાપુરૂષની કૃપામયી શુભ સાન્નિધ્યરૂપ છત્રછાયામાં પૂ. મુનિરાજશ્રી કનકવિજયજી મહારાજશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ ને વિનય વૈયાવચ્ચ આદિ ગુણોમાં તથા સંયમ સ્વાધ્યાયાદિમાં અપ્રમત્તભાવે પિતાને બાલ્ય અને યુવાનકાળ વ્યતીત કરી આત્મસાધનાની સાથે ભવ્ય ઉપર અમાપ ઉપકાર કર્યો. તેઓશ્રીના સંસારી પિતાશ્રી સકરચંદભાઈએ 36 વર્ષની સુવાવસ્થામાં સં. ૧૯૮૪ના ફાગણ સુદ ને દિવસે દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીનું શુભ નામ પૂજ્ય પંન્યાસજી મ.શ્રી સુબુદ્ધિવિજયજી ગણિવર તથા તેઓશ્રીના ગુરુદેવનું પવિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust