________________ 50 સેંકડે જિનમંદિર, પૌષધશાળા તથા જ્ઞાનભંડારોથી સમૃદ્ધ તેમજ વિશાળ સંખ્ય જેથી અલંકૃત જેનપુરી તરીકે સુપ્રસિદ્ધ શ્રી રાજનગર(અમદાવાદ)માં ઝવેરીવાડ-વાઘણપોળ નિવાસી વીસાશ્રીમાળી જ્ઞાતીય મહાપુણ્યશાલી શ્રેષ્ઠીવર્ય શ્રી સકરચંદ ફતેચંદભાઈના ધર્મવાસિત કુટુંબમાં પુણ્યશાલિની શણગારબેનની રત્નકક્ષમાં વિ. સં. 1972 કાર્તિક વદિ પના શુભ દિવસે મહા પ્રભાવશાળી ભાવી જૈનશાસન અલંકાર શ્રી કલ્યાણભાઈને પવિત્ર જન્મ થયે. - તે કલ્યાણભાઈ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના રૂપમાં જૈન સંઘમાં આજે સુપ્રસિદ્ધ છે. ખરેખર કલ્યાણુભાઈ જેવું નામ, તેવા ગુણની ઉક્તિને સાર્થક કરતાં પોતે કલ્યાણ કરીને કર્યું, ને લેકકલ્યાણને માટે સાધનામય તપોનિષ્ઠ સંયમી જીવનની તેઓશ્રી આરાધના કરી રહ્યા છે. શ્રી કલ્યાણભાઈને મોટા ઑન લીલાવતીઑને તેર વર્ષની નાની વયમાં સં. 1983 પિષ વદિ 5 ના મહેસાણામાં પૂજ્ય પ્રશાંત તપસ્વી સંઘ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી(પૂ. બાપજી મ.)ના પટ્ટાલંકાર ગાંભીર્યાદિ ગુણદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પ્રશાંત વિદુષી સાઠવીજી દર્શનશ્રીજીના નામે સુપ્રસિદ્ધ થયા. છે. બાલ્યકાળમાંના સુંદર ધાર્મિક સંસ્કારથી કલ્યાણભાઈને વૈરાગ્ય દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યું. તેમાં તેઓશ્રીના પિતાશ્રીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust