________________ સંસ્થાએ રાખેલ છે. સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં પ્રકાશનોના વિક્રયથી પ્રાપ્ત થતી આવક પણ કેવળ આવા પ્રકારનાં સાહિત્યના પ્રચાર–પ્રકાશનના જ ઉપગમાં લેવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ સંસ્થાના પ્રકાશનેની કિંમત રાખવા પાછળ છે નહિ, તે અત્રે સ્પષ્ટતા કરવી આવશ્યક છે. . તેમજ જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત ગ્રંથે પૂજ્ય સાધુ મહારાજશ્રી તથા પૂજય સાધ્વીજી મહારાજશ્રીને તેમજ શ્રી સંઘના જ્ઞાનભંડાર સિવાય કિંમત વિના બીજાને આપી શકાય નહિ, એ પણ અમારે આ પ્રસંગે સ્પષ્ટતા કરવી જ રહી. પ્રસ્તુત ગ્રંથરત્ન " કથારત્ન મંજૂષા " ભાગ-૧લે જેની અત્યાર અગાઉ બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલી છે. 1500-1000 નકલેમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથરત્નની આજે તૃતીય આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે, જે અમારે મન ગૌરવને વિષય છે. દિન-પ્રતિદિન છાપકામ, કાગળે તથા તેને અંગેના માલસામાન તથા મજુરીની મેઘવારીના આ કાળમાં પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિને ચાલુ રાખવી એ ખરેખર મહાન દુષ્કર કાર્ય છે. છતાં શ્રત અતિથી પ્રેરાયેલા ને સંઘમાં-સમાજમાં સમ્યગ જ્ઞાનના પ્રચારમાં રસ લેતા ઉદાર મહાનુભાવોની સુકૃતની સંપત્તિના સહકારથી તેમજ શ્રી સંઘની જ્ઞાનખાતાની રકમથી અમને આર્થિક સહકાર પ્રાપ્ત થતાં અમે આવા ગ્રંથરતનેના પ્રકાશન માટે સામર્થ્યવાન બનીએ છીએ. - પૂ.પાદ પરમ કૃપાસાગર જૈનશાસન ભાસન ભાસ્કર મોક્ષમાર્ગના અખંડ ઉપદેશક જિનાજ્ઞાસારગર્ભિત સુવિશુદ્ધ દેશનાકાર સચ્ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust