________________ 31 18. કલા અને બુદ્ધિને વિલાસ (પેજ 323 થી 347) * ભાઈઓને અપ્રીતિ થાય એ પહેલા તેઓને રાજ્યલક્ષ્મી સેંપી પ્રિયા સહ ધન્યકુમારનું પરદેશગમન, લક્ષ્મીપુર તરફ પ્રયાણ, જિતારિ રાજાની ગીતકળા નામે પુત્રી, સંગીતકળામાં તેની પ્રવીણતા, ગીતકળાએ કરેલી પ્રતિજ્ઞા, ધન્યકુમારે પ્રગટ કરેલી પોતાની કળા, હરણના સમૂહને ગામ વચ્ચે લાવી લેકોને બતાવેલી અભુતતા, ગીતકળા સાથે ધન્યનાં લગ્ન, પ્રશ્નો પૂછી મંત્રીની પુત્રી સરસ્વતી સાથે લગ્ન, પત્રમલ્લ શ્રેદીને પુત્રોને ઉપદેશ, મોહમમત્વના ત્યાગ ઉપર આપેલ બે ધ, દ્રવ્યના કરેલ ચાર ભાગ, ચિહ્નોથી અંકિત ચાર કળશનું ભૂમિમાં સ્થાપન, કેટલાક સમય ગયા બાદ કળશને કાઢવા, નાના પુત્રના કળશમાંથી નીકળેલી સેનામહોર, તેથી ત્રણ ભાઈઓને તેના તરફ થયેલ દુર્ભાવ, ધન્યકુમારે ચારે ય કળશોનો પ્રગટ કરેલ અર્થ ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાથી આકર્ષાયેલા ત્રણ ભાઈઓ, પોતાની બહેન લક્ષ્મીવતીનું ધન્યકુમાર સાથે કરેલ લગ્ન * * 19. પણ ધનકર્માની વિટંબના (પેજ 348 થી 380) ધનકમાં શ્રેષ્ઠી, અત્યંત કૃપણ સ્વભાવ, ચારણસમાજનું મિલન, એક ચારણે ધનકર્મા પાસેથી ધન ગ્રહણ કરવાની કરેલ પ્રતિજ્ઞા, ધનકમ પાસે આવી માગેલ દાન, આવતી કાલના વાયદા, ચારણે કરેલી દેવીની આરાધના, પ્રસન્ન થઈ દેવીએ અર્પણ કરેલી રૂ૫પરાવર્તિની વિદ્યા, ધનકર્માનું બહારગામ જવું, તેનું રૂપ કરી ચારણે કરેલો ગૃહપ્રવેશ, પુત્રને આપેલ ઉપદેશ, કૃપતાના ત્યાગ પર આપેલ સુંદર બેધ, તેણે સમજાવેલ લક્ષ્મીની અસ્થિરતા, કૃત્રિમ ધનકર્માએ કૃપણ ધનકર્માની લક્ષ્મીનો શરૂ કરેલ ઉપભગ તથા વ્યય, રાજાને કરેલી ભેટ, તેના યશનો વિસ્તાર, મૂળ ધનકર્માને પડેલી વાતની ખબર, તેણે મચાવેલ ઉત્પાત, અને ગૃહગમન, ઘરના દ્વાર પાસે થયેલ અટકાયત, વચ્ચે પડેલ મહાજન, નિર્ણય ન થવાથી રાજસભામાં ફરિયાદ, રાજાએ કરાવેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust