________________ કહેલ ધન્યકુમારની વાત, નીતિપ્રિય રાજાએ ધન્યકુમારને બોલાવવા કરેલ આદેશ, ધન્યકુમારનું રાજસભામાં આગમન, રાજાએ પૂછેલ સર્વ વાત, સરલતાથી ધન્યકુમારે રાજાને કહેલ સમગ્ર વૃત્તાંત, રાજાએ કરેલી પ્રશંસા, અમૂલ્ય ભેટ દ્વારા રાજસભામાં નિયમિત આવવાનું આમંત્રણ ધન્યકુમારને હંમેશા વાજતે ગાજતે રાજસભામાંથી લઈ જવા તથા ઘેરથી લાવવા માટે વાજાવાળા આદિને કરેલી રાજાએ આજ્ઞા, આથી ત્રણેય ભાઈઓને થતી અતિશય ઈર્ષા, વાજતે ગાજતે રાજસભામાંથી આવતા ધન્યકુમારની નગરજનોએ કરેલી પ્રશંસા, ભાઈની અતિશય ફેલાતી કીર્તિને નહિ સહન કરનાર ભાઈઓએ ધન્યકુમારને નાશ કરવા માટે કરેલ પ્રપંચ, ભાભીઓએ કહી દીધેલ ગુપ્ત ભેદ, તેમજ સાવ ધાનીથી રહેવાની ચેતવણી, પરદેશગમનમાં લાભ, અને તેથી ધન્યકુમારનું પરદેશગમન. 11, પુણ્યશાલીને પગલે પગલે : (પેજ 126 થી 143 ) - ભૂખતૃષાથી પીડિત ધન્યકુમારે ખેતરમાં લીધેલ વિશ્રામ, ખેડૂતે આપેલું ભોજનનું આમંત્રણ, વગર પરિશ્રમનું ભોજન નહિ લેવાની 'ઇચ્છાવાળા ધન્યકુમારનું ખેતરમાં ખેડવું, હળથી ખેતર ખેડતાં પ્રાપ્ત થયેલ નિધાન. ધન્યકુમારનું નિર્લોભીપણું, ધન્યકુમારે કરેલ નિધાનને ત્યાગ, રાજાના કથનથી ખેડૂતે વસાવેલ ધન્યપુર ગામ, માર્ગમાં જતાં રાત્રીના સમયે પંચપરમેછીનું સ્મરણ કરી રેતી ઉપર કરેલ ઘન્યકુમારે શયન, વહેલી સવારે જાગૃત થતાં સાંભળેલ શિયાળને સ્વર, શુભ શુકન માની શબ્દના અનુસારે નદી તરફ પ્રયાણ, નદીના પ્રવાહમાં ખેંચાઈ આવેલ શબ, અને શબની કેડેથી મળેલા રત્નો, ધન્યકુમારનું ઉજજયિનીમાં આગમન, સરોવર વચ્ચે રહેલ સ્તંભને ધન્યકુમારે બાંધેલ ગાંઠ, ધન્યકુમારના ગુણથી આકર્ષાયેલ રાજા તથા નગરજનોએ કરેલી પ્રશંસા, ધન્યકુમારને મંત્રીપદારેપણ, ધન્યકુમારને પિતાના રઝળતા કુટુંબનું થયેલ દર્શન અને તેઓને પિતાને ઘેર લાવવા, ધન્યકુમારને ધનસારે કહેલ ધનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust