________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પ૭ પોતાના જ આત્મસ્વરૂપને પ્રથમ ઓળખવું ને અંતે પરમાત્મ પદ પ્રાપ્ત કરવું. તે લક્ષ્ય તો કંઈ પણ અપેક્ષા વગરની નિરાશી ભાવે કરેલ ધાર્મિક ક્રિયા કે ધ્યાનાદિ તપ વગર સધાતું નથી તેમ અત્રે આચાર્યશ્રી પરમ કલ્યાણના હેતુથી મહારાજા વીર વિક્રમને અને ઉપલક્ષણે આપણને સહુને કહે છે. જૈનધર્મમાં શ્રાવક ધર્મના ચાર પાયા (1) દાન, (2) શીલ, (3) તપ ને (4) ભાવ કહીને અત્યંત ભાર “ભાવ” ઉપર જ મૂકયો છે, તે એ રીતે કે દાન પણ જે ભાવપૂર્વક આપ્યું હશે તે શાલીભદ્રજીના રબારીના દીકરાના ભવના દૃષ્ટાંતે, શીલ, પણ ભાવપૂર્વક પાળ્યું હશે તે સુદર્શન શેઠના દૃષ્ટાંત, તપ પણ ભાવપૂર્વક તપ્યા હશે તે પ્રાતઃસ્મરણીય ગજસુકુમાર મુનીના દતે તથા ભાવના પણ ભાવપૂર્વક ભાવી હશે તે નમિ રાજર્વિના દષ્ટાંતે, ત્યારે જ તે બધા ભવ્ય આત્માઓ પોતાના આત્માનું પરમ કલ્યાણ કરી ગયા. માટે જ જૈન ધર્મમાં કહ્યું છે કે સાધનાનો પ્રાણ જ રૂડા ભાવ છે, ને રૂડાભાવ સમ્યગ દષ્ટિ જીવને જ આવે. ભાવના વગરની ક્રિયા મિથ્યા આડંબર છે. જેનાથી દંભ અને અહમ પિવાય છે ને અનર્થકારી થઈ પડે છે. તેના પર એક લેક છે ; દાનેન પ્રાયતે લક્ષ્મી, શીલેન સુખ સંપદા | તપસા ક્ષીયતે કર્મ, ભાવના ભવ નાશિની 15 અથ: દાન દેવાથી ફળરૂપે ધન પ્રાપ્ત થાય છે, શીયળપાલનથી સુખ સંપત્તિ ગળે છે, તપથી કર્મ નાશ પામે છે. અને ભાવનાથી તો ભવનો નાશ થાય છે અર્થાત્ મોક્ષ મળે છે. 38 તેવી રૂડી ભાવના પર એક સુંદર ભાવવાહી ગીત છે, જેના રૂડા ભાવ આપણે પણ યથાર્થ સમજીને, આપણા અંતરમાં પ્રથમ ધારીએ અને વર્તનમાં ઉતારીને આ ભવના સુખશાંતિ અને પરલોકની સદ્ગતિ પામીએ. આ ગીતના રાગ અને લય પણ અત્યંત મધુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust