________________ 30 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પ્રભુનું શ્યામલ શરીર સમજવું, કારણ કે પ્રભુને વર્ણ નીલવણે છે, અને મેઘ-ગર્જના જેવી ગંભીર પ્રભુની વાણી સમજવી; અને ભવ્ય છોને મયુરની ઉપમા આપી સર્વાગ સુંદર કલ્પના ચિત્ર દેર્યું છે. દેશના દેતી વખતે તીર્થકર પ્રભુને જોઈને ભવ્ય જનોના મનના મોરલાઓ નાચી ઉઠે છે કારણ કે પ્રભુના દર્શન કરીને અને પ્રભુની દેશના સાંભળીને જીવો અવશ્ય હળુ કમ બની પરમગતિને પામે છે. તીર્થકર ભગવંતના દર્શનથી અને દેશનાથી અનેક ભવ્ય જીવોના મનના મોરલાઓ નાચી ઉઠયાના સિદ્ધાંતમાં ઠેર ઠેર દષ્ટાંત છે. ચોવીસે જિનના ચંદ ને બાવનગણધર તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે છે. તેમાં મલ્લી કુંવરી અને છ રાજાઓ કે જે પછી ઓગણીશમા. તીર્થકર મલ્લીનાથ પ્રભુ અને તેમના છ ગણધર બને છે તેમને આ ભવનો અને પૂર્વભવના મહાબળ રાજા અને છ મિત્રોને અધિકાર ચિંતવવા જેવું છે. પૂર્વભવના ઋણાનુબંધના કારણે છ એ રાજા મલીકુંવરીના રૂપમાં આસક્ત બને છે અને મલીકુંવરીને મેળવવા. માટે યુદ્ધ કરવા પણ તૈયાર થાય છે. તેમને મલ્લીકુંવરી હજી તે. તીર્થકર બન્યા નથી છતાં કેવી બોધદાયી યુકિતથી દેહના રૂપને જેવાને બદલે આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને પસ્માર્થ માગે વાળે છે જેથી તેમના મનના મોરલાઓ મલ્લીનાથ પ્રભુના દર્શન અને દેશનાથી નાચી ઉઠે છે અને અમલીકુંવરીના પિતે નાથ (પતિ) બનવાને બદલે છે એ રાજા મલ્લકુંવરીને પોતાના “નાથ” બનાવી દે છે, પિતાની જાતનું મલીનાથ પ્રભુના ચરણે સંપૂર્ણ સમર્પણ કરી દે છે અને પોતાના અહંભાવનું–કવાયોનું સંપૂર્ણ વિસર્જન કરી તીર્થકર પ્રભુના અવલંબને પિતાના આત્માનું પરમ કલ્યાણ સાધીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. રક્ષા છઠ્ઠો “ભામંડળ” અતિશય ભવી જીવોને મોક્ષમાર્ગ પ્રેરે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust