________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ઉદ્ગછતા તવ શિતિવૃતિમંડલેન, લુપ્તછદછવિરકતએંભવ છે સાનિધ્યતાડપિ યદિ વા તવ વીતરાગ ! નીરાગતાં વ્રજતિ કે ન સચેતનેડપિ ર૪. ' અન્વય : તવ ઉછતા (ઊંચે જતા) શિતિ (શ્યામ) હુતિ મંડલન (ભામંડળ વડે) લુપ્તત છદત (પાંદડા) છવિ: (છબી એટલે કે કાંતિ) અશકત૨: ભૂબવ (થાય છે) યદિ વા વીતરાગ ! તવ સાન્નિધ્યત: અપિ સચેતનઃ અપિ કઃ નીરાગતાં ન જતિ ? 24 અર્થ : આપના નીલવર્ણા ભામંડળના ઊંચે ફેલાતા તે જ વડે અશોક વૃક્ષના પાંદડાને (ઘેરો લીલો) રંગ લેપાય છે, તે યુકત જ છે, કારણ કે હે વીતરાગી પ્રભુ ! આપનું સાનિધ્ય પામવાથી કર્યો. સચેતન જીવ રાગરહિતદશાને ન પામે ? અવશ્ય પામે. પારકા પરમાર્થ : તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રગટવાથી મસ્તકના પછવાડેના ભાગમાં ગોળાકાર દિવ્ય તેજનું વર્તુળ રચાય છે જે ભામંડળ' કહેવાય છે. તે ભામંડળના તેજમાં દેવો તેની શોભા વધારવા દિવ્ય મણીઓને જડે છે તેથી આ પણ દેવકૃત અતિશય ગણાય છે. પ્રભુને અત્રે વીતરાગ સંબોધન બહુજ સાર્થક રીતે કર્યું છે. સર્વ ઘાતી કર્મ દૂર થયા હોવાથી તીર્થકર “વીતરાગ " બન્યા છે. હવે વીતરાગના સમાગમમાં જે કોઈ જીવ આવે તે પણ અવશ્ય નીરાગતાને પામે જ તેમ અશોક વૃક્ષના પાંદડાનો ઘેરો લીલો રંગ પણું પ્રભુના સાન્નિધ્યના કારણે હળવો બનતો જોઈ અત્રે કહ્યું. રાગ’ શબ્દનો શ્લેષ અલંકાર તરીકે અત્રે ઉપયોગ કર્યો છે. રાગ એટલે (1) મોહ અને (2) લાલ રંગ. તેથી વીતરાગ શબ્દના. પણ બે અર્થ છે (1) રાગરહિત થવું ને (2) લાલ રંગથી રહિત થવું. હવે અશોક વૃક્ષના ઘેરા લીલા પાંદડા પ્રભુના સાનિધ્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust