SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રા પરમાર્થ : અત્રે “અશેક” વૃક્ષ નામે પહેલા પ્રાતિહાર્યનું કથન કરતાં “અશેક” ને “વિધ” નું શ્લેષાલંકાર તરીકે સરસ. પ્રયજન કરી બતાવ્યું છે. (સરખાવો શ્રી. ભ. સ્તોત્ર. ગાથા 28).. પ્રથમ “અશોક " એટલે “અશોક વૃક્ષ” કે જેની રચના સમવસરણના સમયે તીર્થકર પ્રભુના દેહમાન કરતાં બારગણી ઊંચાઈની. કરે છે તે વૃક્ષનું નામ અને બીજો અર્થ અશોક એટલે શોક રહિત પણું. હવે આચાર્ય કહે છે કે પ્રભુના સાનિધ્યથી અશોક વૃક્ષ કે જે એકે ક્રિય જાતિમાં રહેલું છે તે પણ શોક રહિત બની ખીલી ઉઠેછે. તો પછી દેવ મનુષ્યાદિને બાર પ્રકારની પંચેન્દ્રિય જાતિની પરિષદ એકઠી થઈ છે તેમની પ્રસન્નતાની તે વાત જ શી ? અર્થાત પ્રભુના. સાંનિધ્યે બધા જીવન શક સંતાપ દૂર થાય થાય જ તેમ અને કહ્યું હવે “વિધ” એટલે નિદ્રામાંથી જાગવું અને બીજો અર્થ છે વિકસીત થવું. અર્થાત વિશિષ્ટ પ્રકારે બોધ પામવો. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે વૃક્ષો પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિકાને ત્યાગ. કરી વૃદ્ધિવિકાસને પામે છે અને બેઈન્દ્રિયાદિ અન્ય જીવો પણ નિદ્રાને ત્યાગ કરી પ્રવૃતિમય બને છે. તે જ પ્રમાણે તીર્થકરના કેવળજ્ઞાનરૂપી. સૂર્યને ઉદય થવાથી પ્રભુના સામિયથી ભવિજને પણ અનાદિ અનંતકાળની મોહનિદ્રા તછ ભાવ જાગૃતિને પામી પોતાના આત્મવિકાસની આરાધનામાં તન્મય બને છે.” આ પ્રમાણે મહાપુરૂષોને પ્રભાવ જ કંઈક એ અલૌકિક હોય છે કે તેમના સમાગમમાં આવવાથી પ્રાણીમાત્ર પ્રફુલ્લિત બનીને પોતાના વિકાસને સાધે છે અને અશોકવૃક્ષની માફક ખરેખર અશોક કહેતા શેક–સંતાપ રહિત બને છે. અત્રે ગૌતમ ગણધરાદિ અગીયાર ગણધરના અધિકારનું ચિંતઃ. કરવુ. ગૌતમાદિ પંડિતે વેદના પ્રકાંડ પંડિત હતા અને રૂઆબથી. ગયા હતા પ્રભુને હરાવવા, પણ કેવળજ્ઞાનરૂપી સૂર્યના જ્ઞાનપ્રકાશથી ઝળહળતા પ્રભુજી પાસે પહોંચતા જ તેમમી જ શંકાઓનું સમાધાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy