________________ - ગ્રહણ કર્યું. અનશનને અંતે શ્રાવણ સુદ 8 મે વિશાખા નક્ષત્રમાં - જગદ્ગુરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ 33 મુનિઓ સાથે મોક્ષપદને પામ્યા. - ગૃહસ્થાવાસમાં ત્રીસ વર્ષ અને સંયમ સીતેર વર્ષ એમ કુલ. 100 વર્ષનું આયુષ્ય, પાર્શ્વનાથ પ્રભુએ ભોગવ્યું. શ્રી નેમિનાથ. = ભગવાનના નિર્વાણ પછી 83750 વર્ષ વીત્યા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઈન્દ્રો દેવતાઓને લઈ સમેત શિખર પર આવ્યા અને અધિક શોકાતુર પણ તેમણે પાર્શ્વનાથ . પ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો. ત્રણ જગતને વિષે પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, તેઓની વિપત્તિઓ દૂર થાય છે અને. દિવ્ય સંપત્તિ પામીને છેવટે પરમ પદને પણ પામે છે. એમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર આપણને પ્રતિતિપૂર્વક શ્રી કલ્યાણ મંદિર સ્ત્રોત્રની. છેલ્લી બે ગાથાથી કહે છે. આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું રૂડા ભાવથી સદા સર્વદા સ્તવન કરીએ એજ અભ્યર્થના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust