________________ 28 -નાથને અપકાર કરી હું કોને શરણે જઈશ ? એમ વિચારી તત્કા જળ વિગેરે ઉપદ્રો સંહરી પ્રભુના ચરણોમાં નમી પડશે અને સ્તુતિ કરી પોતાના અપરાધની માફી માગી પોતાના સ્થાનકે- ચાલ્યા ગયે. ભગવાન અનુક્રમે વિહાર કરતા પાછા આશ્રમપદ ઉદ્યાનમાં આવી ધાતકી વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં સંયમ લીધાને - ચેરાસી દિવસો પૂરા થતાં ચૈત્ર માસની વદી 14 ના વિશાખા નક્ષત્રમાં પ્રભુએ ચારે ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પ્રગટાવ્યું; ત્યારે - ત્યાં દેવોએ સમવસરણની રચના કરી, પ્રભુને કેવળ મહોત્સવ ઉજવ્યો. એટલે પ્રભુએ પ્રથમ દેશના દીધી. પ્રભુની દેશના કદી નિષ્ફળ જતી નથી. દેશના સાંભળી ઘણા ભવ્ય જીવો બુઝક્યા અને પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુના માતાપિતાએ પણ નાના પુત્રને રાજગાદીએ બેસાડી દીક્ષા ગ્રહણ કરી, પાર્શ્વ પ્રભુના તીર્થમાં પ્રાર્થનામે યક્ષ અને પદ્માવતી નામે યક્ષણી શાસન દેવતા થયા. ત્યાંથી વિહાર કરતા પ્રભુ અનેક ગ્રામ નગરમાં વિચારવા લાગ્યા. પ્રભુએ પૃથ્વી તળમાં વિહાર કરતાં સાગરદત્ત બંધુદત વિગેરે ઘણું જનોને તેમના પૂર્વ ભવના વૃતાંત કહી દીક્ષા આપી. પ્રભુને સેળ હજાર સાધુઓ, આડત્રીસ હજાર સાધ્વીઓ, ત્રણ સે પચાસ - ચૌદ પૂર્વધારી, એક હજાર અને ચારસો અવધિજ્ઞાની, સાડા સાત મનપર્યવજ્ઞાની, એક હજાર કેવળ જ્ઞાની અગીયારસે ક્રિય લબ્ધિ- વાળા, છસો વાદ લબ્ધિવાળા, એક લાખને ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્તોતેર હજાર શ્રાવિકાઓને પરિવાર થયો. પછી પોતાનો નિર્વાણ સમય જાણી પાર્શ્વ પ્રભુ સમેતશીખર - જીએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીસ મુનિઓ સાથે ભગવંતે અનશન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust