________________ - સ્વનિ પાઠકે એ એકીમતે કહ્યું કે મહારાજા! તમારે ત્યાં ત્રિભુવનને પણ પુજ્ય એવા પનેતા પુત્રની પધરામણી થશે. અનુક્રમે પિષ વદી દશમે અનુરાધા નક્ષત્રમાં વામાદેવી માતાએ સપના લાંછનવાળા નીલવર્ણા પુત્રને જન્મ આપે. તત્કાળ 56 દિશાકુમારીઓએ આવી સુતિક કાર્ય કર્યું. ઈંદ્રાદિક દેવોએ મેરૂ પર્વત પર પ્રભુને લઈ જઈ જન્માભિષેક કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં ‘હતા ત્યારે માતાએ એક વાર કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સપને જતાં જોયો હતો. તેથી પિતાએ તેમનું પાWકુમાર એવું નામ પાડયું. અનેક ધાત્રીઓથી પાલન કરાતા પ્રભુ દિવસે દિવસે મોટા થવા લાગ્યા. ત્યારે તેમની કીર્તિ સાંભળી કુશસ્થળી નગરીના પ્રસન્નજિત નામે રાજાએ પોતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવવાનો વિચાર કર્યો. તે વખતે કલિંગાદિ દેશના યવન નામે અતિ બળવાન રાજાએ આ વાત સાંભળી ભરસભામાં કહ્યું “મારા બેઠા પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કેણ છે ?" આ પ્રમાણે કહી લાવ-લશ્કર સાથે પ્રસન્નજિત રાજા ઉપર ચડાઈ કરી. કુશસ્થલ નગરે આવતા અશ્વસેન “રાજાને ખબર પડતા લશ્કર ભેગુ કરી અશ્વસેન રાજાએ પ્રસન્નજિત રાજાની મદદે જવાનો નિર્ણય કર્યો. પાર્શ્વ કુમારને જાણ થવાથી પિતે મદદે જશે એમ પિતાને આગ્રહપૂર્વક કહી, લશ્કર લઈ કુશસ્થલ જવા -નીકળ્યા. પાર્શ્વકુમાર મદદે આવ્યાના ખબર જાણી તેમના પ્રભાવથી રાજા શરણે આવ્યો. અને પ્રસન્નજિત રાજાએ પોતાની પ્રભાવતી કુંવરીને પાર્શ્વકુમાર વેરે પરણવી. એક દિવસ વામાદેવી માતા ગોખમાં બેઠા હતા. તેવામાં નગર- જનેને ફુલ વગેરે પૂજાની સામગ્રી લઈને જતા જેવાથી દાસીને પુછ્યું " આ લેકે કયાં જાય છે ?" ત્યારે જાયું કે નગરની બહાર કમઠ નામે એક તાપસ આવ્યો છે. તે પંચાગ્નિ તપ તપે છે. તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust