________________ તેની પૂજાને દર્શન કરવા બધા જાય છે. આ સાંભળીને રાણીને પણ દર્શ કરવા જવાનું મન થયું. પાર્શ્વકુમારને સાથે લઈ બધા દર્શને ગયા પાર્શ્વકુમાર તે જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા. ધર્મ ઉદ્યોત થશે એમ જાણી માતાજીની સાથે ગયા છે. અને યજ્ઞના મે કાખમાં નાગ-નાગણીને બળતા જોયા છે. તેથી કામઠ તાપસને આ હિંસામય અજ્ઞાન તપ ન કરવા સદુપદેશ આપ્યું. ત્યારે તે તાપ કહ્યું “કુમાર તમે આમાં કાંઈ ન સમજે. તમે ઘોડા ખેલાવી જાણે આ પંચાગ્નિ તપ તપવામાં હિંસા ક્યાં આવી ? આ સાંભળી પાર્શ્વકુમારે તો સેવકને આજ્ઞા કરી પિલું મેટું કાષ્ટ અગ્નિમાંથી બહાર કઢાવ્યું અને લોકોના દેખતા ફડાવ્યું તે અંદરથી દાઝેલા નાગ-નાગણી નીકળ્યા. પ્રભુએ તેમને નવકાર મંત્ર સંભળાવી સગતિ અપાવી, તે તત્કાળ મૃત્યુ પામ્યા ને નવકાર મંત્રના પ્રતાપે ધરણેન્દ્ર નામે ઇન્દ્ર અને પદ્માવતી નામે તેની દેવી થયા. કમઠ તાપસ તે આ જોઈ ઝંખવાણો પડી ગયો. ત્યાંથી ચાલ્યો ગયો. પણ વિશેષ તપ કરી કાળના સમયે કાળ પામી મેઘમાળી નામે ભુવનવાસી દેવની મેદ્ય નિકાયમાં દેવ થયો. પિતાના ભોગાવલી કર્મો ભોગવાઈ ગયેલ જાણી પાર્શ્વપ્રભુએ દીક્ષા લેવાનો વિચાર કર્યો તે સમયે લોકાંતિક દેવોએ અવસર જાણી પ્રભુને પ્રાર્થના કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” પછી પાર્થકુમારે સંવત્સરી દાન આપવાની શરૂઆત કરી. વરસીદાનને અંતે પિષ વદી 11 સે અનુરાધા નક્ષત્રમાં આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવી અઠ્ઠમ તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તેમને ચોથું મનપર્યવ જ્ઞાન ઉપજયું. બીજા દિવસે કોપકટ નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ ખીરથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પંચ દિવ્યો પ્રગટ કર્યો. પ્રભુ ત્યાંથી વિચરતા વિચરતા_ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust