________________ સ્થાનકોની આરાધના કરી તે સુવર્ણબહુ મુનિએ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. નવમે ભવ : હવે પેલે કુરંગક ભીલ નરકમાંથી નીકળી એક પર્વતની ધારીમાં સિંહ થયો. સુવર્ણ બહુ મુનિ વિહાર કરતા કરતા તે જ પર્વત પર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તેવામાં પેલે સિંહ આ મહર્ષિને જોઈ પૂર્વ જન્મના વેરથી મુખને ફાડત, પુછડાને પછાડતો, ગર્જના કરતો મુનિ પર ધસી આવ્યો. મુનિએ ગર્જના સાંભળી, તેને દૂરથી આવતે જાણું, ઉપસર્ગ જાણી ચૌવીહારના પચ્ચખાણ કરીને સાગારી સંથારે પચ્ચખી લીધો. આલોચના કરી પ્રાણીમાત્રને ખભાવ્યા અને સિંહના ઉપર મનમાંય જરાપણ રોષ લાવ્યા વગર ધર્મ ધ્યાનમાં ફરી સ્થિર થઈ ગયા. પછી કેસરીસિંહે ફાડી ખાધેલા તે મુનિ કાળ કરીને દશમા દેવલોકમાં મહાપ્રભા નામના વિમાનને વિષે ઉત્પન્ન થયા. - પેલે સિંહ મૃત્યુ પામી ચોથી નરકે ગયે. ત્યાંથી નીકળી કોઈ ગામડાને વિષે ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર પણે અવતર્યો. તેનો જન્મ થતાં જ એવો ભારે કમી છવ કે તેના માતા પિતા, ભાઈ એ વિગેરે સઘળા સ્વજને મૃત્યુ પામી ગયા. લેકેએ તેને કટે કરીને છવાડે આથી તેનું નામ “કમઠ” એવું પડી ગયું. તે મોટો થયો તે પણ તેની દુઃખી હાલત મટી નહિ તેથી તે તાપસ બની ગયે. (9) દશમે ભવ પાર્શ્વનાથ પ્રભુ સુબાહુનો જીવ કાશી-વારાણસી નગરીમાં ઈક્વાકુ વંશને વિષે અશ્વસેન રાજાની વામાદેવી નામે પટરાણીની કુખે ચૈત્ર સુદી ચૌદશે વિશાખા નક્ષત્ર પ્રાણત દેવકથી ઍવીને પુત્રપણે અવતર્યો. તે સમયે વામાદેવી માતાએ ચૌદ મહા-સ્વપ્નો જોયા. સવાર થતાં રાણીએ રાજાને વાત કરી, રાજાને ઘણે હર્ષ થયો અને સ્વપ્ન પાઠકોને બોલાવી તેનું ફળ પૂછ્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust