________________ 74 કલ્યાણમંદિર સ્તોત્ર આત્માને નિર્વીર્ય બનાવે છે. કર્મરૂપી પાણી આત્માને લાગતું રહેતું હેવાથી જીવનું પરિભ્રમણ અટકતું નથી. સમુદ્રમાં રહેલા પાણીને જેમ વાડવાગ્નિ શેષી જાય છે તેમ પ્રભુ જેવા મહાવીર્યવાન આત્માઓ કમેને શેષી જાય છે. અર્થાત્ પરાભવ પમાડે છે. બધાને અ૫વીર્ય બનાવનાર કર્મો પાસે પ્રભુ જેવા આત્માઓ અપવાદરૂપ નીવડી જુદું કાર્ય કરે છે. કર્મને વશ ન થતાં કર્મને નાશ કરે છે, જેમાં સમુદ્રમાં રહેલ વાડવાગ્નિ પાણીથી ન બૂઝાતાં પાણીને જ શોષી લે છે તેમ. આમ પ્રભુ વાડવાગ્નિ સમાન નીવડી, કર્મોને નાશ કરી પોતાનાં કેવળજ્ઞાનકેવળદર્શન પ્રગટાવી જગત સમક્ષ કલ્યાણને માર્ગ ખુલ્લે * કરે છે. આમ પાણીનું જોર જેમ વાડવાગ્નિ પાસે ચાલતું નથી તેમ–મેહનીય, અંતરાય, જ્ઞાનાવરણ આદિ કર્મોનું જેર પ્રભુ પાસે ચાલતું નથી. તેમને તે પ્રભુને વશ થઈ તેમનાથી મહાત થવું પડે છે અને પિતાને પ્રભાવ દર્શાવવા માટે અન્ય સામાન્ય જ સમક્ષ જવું પડે છે. શ્રી માનતુંગાચાર્ય વિરચિત “ભક્તામર સ્તોત્ર'માં પણ પ્રભુએ આચરેલા ચેથા બ્રહ્મચર્ય મહાવ્રત વિશેનું કથન નીચે પ્રમાણે જોવા મળે છે - ઈંદ્રાણીએ ચલિત કરવા આદરે જે પ્રકારે, તે થાતાં કદિ નહિ અહા, આપને રે વિકારે; ડેલે જે કે સકળ મહિધરે કલ્પના વાયરાથી, ડેલે તે યે કદિ નવ અહા! મે એ વાયરાથી. 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust