________________ 75 કલ્યાણમંદિર સ્તોત્ર . આ કડીમાં કામદેવ પિતાને પ્રભાવ દર્શાવવા માટે ઈંદ્રાણીઓ પાસે અનુકૂળ ઉપસર્ગ કરાવે છે તે બતાવ્યું છે. તેમ છતાં ભુજી તે મેરુ પર્વતની જેમ નિશ્ચય અને અડેલ જ રહે છે એ સમજાવ્યું છે. ભક્તામર અને કલ્યાણમંદિરની આ કડીઓ સાથે વિચારીએ તે સમજાય છે કે જુદા જુદા ઉદાહરણ દ્વારા પ્રભુનું એક જ પ્રકારનું સામર્થ્ય બંને આચાર્યોએ પ્રગટ કર્યું છે. પણ બંનેએ પિોતપોતાની સ્થિતિ અને દશા અનુસાર એ કાર્ય કર્યું છે તે ત્વરાથી જણાઈ આવે છે. જંજીરબદ્ધ માનતુંગાચાર્યજી આ કડીમાં પ્રભુનું સામર્થ્ય ગાઈ પિતે નિષ્કપ અને અડોલ રહેવાનું બળ મેળવે છે. ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર શિવમંદિરમાં રહી, રાજાને પૂજનીય શિવલિંગ કરતાં પ્રભુની મહત્તા કઈ રીતે ચડીયાતી છે તે યોગ્ય ઉદાહરણ દ્વારા પ્રગટ કરે છે. (11) स्वामिन्ननल्प गरिमाणमपि प्रपन्नास त्वां ज तवः कथमहो हृदये दधाना.। जन्मादधि लघु तर त्यति लाघवेन चित्या न हन्त महतां यदि वा प्रभावः / / 12 / હે સ્વામિ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, . કેવી રીતે પ્રાણ અહ! નિજ હૃદયમાં ધાર્યા થકી અતિ લઘુપણે ભવરૂપ દરિયે સહેજમાં તરી જાય છે, અથવા મહાન જને તણે મહિમા અચિંત્ય ગણાય છે. 12. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust