________________ કલ્યાણમંદિર તેત્ર 73 - એક બીજી અપેક્ષાથી પણ આ કડી સમજી શકાય તેમ છે. હરિ, હર અને બ્રહ્મા એ ત્રણે દેવે તપસ્વી હોવા છતાં કામદેવને આધીન થનારા અર્થાત્ બળવાન કર્મોદયને વશ થનારા જ છે. જગતમાં રહેલા બીજા સર્વ સામાન્ય જીવેની દશા પણ એ દેવો જેવી જ થાય અર્થાત્ તેઓ પણ કામદેવથી તાત્કાલિક પરાભવ પામે છે એ વસ્તુ “આદિ શબ્દથી સમજી શકાય છે. આ બધા માં અપવાદરૂપ શ્રી તીર્થંકર પ્રભુ અને એમના જેવા બીજા સમર્થ આત્માઓ છે, એટલે કે તેઓ કર્મને વશ ન થતાં કર્મને બાળનારા અગ્નિરૂપ છે. કર્મો પાણી જેવા છે. આ જગતમાં જીવનું જીવક તત્ત્વ પણ છે, તેમ સમગ્ર પરિભ્રમણનું મૂળ શુભાશુભ કર્મો છે. પાણી વગર . પ્રાણીનું આયુષ્ય લાંબો સમય ટકી શકતું નથી, તેમ કર્મ ન હોય તે સંસારની મર્યાદા વર્તમાન ભાવથી વિશેષ લંબાઈ શકતી નથી, સંપૂર્ણ કર્મનાશ સાથે સંસારને પણ અંત આવે છે. વળી પાણીથી જેમ મીઠાશ લાગે છે, તેમાં પ્રીતિ લાગે છે અને તે મેળવવાની, તરસ હોય ત્યારે પીવાની ઈચ્છા રહ્યા જ કરે છે, તેમ સંસારના ચાલક રાગદ્વેષાદિ કર્મનું પણ છે. જીવને રાગ કે દ્વેષના ભાવ કરવામાં પ્રીતિ થાય છે, આનંદ આવે છે અને મીઠાશ લાગે છે. એટલે કે રાગદ્વેષમાં પરિણામ કરતાં કરતાં, કર્મ બાંધતાં જતાં કલ્પિત સુખને અનુભવ જીવ કરતે હોય છે. બીજી બાજુ જોઈએ તે પણ સમગ્ર અગ્નિને બૂઝાવવા સમર્થ છે. તે રીતે આ રાગદ્વેષ કે કર્મ શુદ્ધ આત્માના કમને બાળવારૂપ સામર્થ્યના અને ઝડપથી બૂઝાવે છે, * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust