________________ 72 કલ્યાણમંદિર સ્તોત્ર બીજા બધા અગ્નિ જે પાણીથી બૂઝાય છે તેને, સમુદ્રમાં રહેલે વાડવ અગ્નિ મહા સમર્થ હોવાને કારણે શેષી લે છે. - આ ઉદાહરણ દ્વારા આચાર્યજી આપણને એ સમજાવે છે કે પાણીને પ્રભાવ કામદેવ જેવું છે. તે ભલભલાને મહાત કરી શકે છે. તેમ છતાં શેરને માથે સવાશેર હોય એ ન્યાયે તેનાથી કઈને કઈ ચડિયાતું નીકળી આવે છે. સમુદ્રમાં ઘણું પાણું હોય છે, અને તેની મર્યાદા આ વાડવ અગ્નિથી જળવાય છે. કારણ કે એ અગ્નિ સતત પાણીનું શેષણ કયા જ કરે છે, અને પાણીની વચ્ચે રહેવા છતાં પણ તે બૂઝાતા નથી. પ્રભુ પણ એ રીતે જોતાં વાડવાગ્નિ જેવા છે. બધાને મહાત કરનાર કામદેવનું સામ્રાજ્ય સતત છવાયેલું હોવા છતાં, તેના સામ્રાજ્યની વચ્ચે રહેવા છતાં પણ પ્રભુ તેના થકી લેશ પણ પરાભવ પામતા નથી, અને પોતે એવા જ નિષ્કપ અને અડેલ રહે છે. પાંચ મહાવ્રતમાં કઠિનમાં કઠિન અને નિરપવાદપણે પાળવાયેગ્ય એ ચોથું વ્રત છે. એમાં કઠણ મર્યાદાઓ હોવા છતાં જીવ સહેલાઈથી પતન પામી જાય છે. અને નીચે ઊતરવાનું બને છે. આથી બ્રહ્મચર્યપાલનને સૌથી કઠિન વ્રત ગયું છે. એ વ્રત સંબંધી પણ પ્રભુનું વલણ કેવું હતું તે સ્પષ્ટ કરી પ્રભુની સાચી મહત્તા આપણને સમજાવી છે. બાકીના ચાર ગત સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અચૌર્ય એમાં જીત મેળવવી જીવને માટે સહેલી છે. પણ બ્રહ્મચર્યમાં જીત મેળવવી. અતિ કઠિન છે; તેથી હરિ, હર બ્રહ્મા અને પ્રભુની એ વ્રત માટેની કસટી પ્રત્યક્ષ કરી પ્રભુને વિશિષ્ટ મહિમા આપણને દર્શાવ્યો છે. તે . ' એ છે ; . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust