________________ સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શક્તિમાન દુર્લભ મૂઢ મુજસમ છે થવા દિનબંધ ધીરજવાન બચું ઘૂડનું જે તેથી, નહિ સૂર્ય કેરા રૂપને વણી શકે તે સ્નેહથી. 3 અનુભવ કરે તુજ ગુણ તણો જન મોહના ટાળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી; જેમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કે'થી માપી શકાય ના. 4 દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ કરવા સ્તુતિ પણ મંદબુદ્ધિમાન છું; શું બાળ પણ કેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિ તણા વિસ્તારને પ હે ઈશ! યેગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે, વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેહથી, પણ પક્ષી શું પિતા તણી ભાષા કહો વદતાં નથી? 6 અચિય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે, તજ નામ પણ સંસારથી ઐક્યનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મવેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવકેરા શીતળ વાયુથી સુખી. 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust