________________ હે સ્વામી ! આપ હૃદય વિશે આ તદા પ્રાણ તણું, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગ તણા; વનન, યુરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી; ચંદન તણા તથી જ સર્પો સદ્ય છૂટે છે નક્કી. 8 દર્શન અહે જિનેન્દ્ર ! માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે; ગેવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મૂકાએ સદ્ય જેવાં નાસતા ચેરો થકી. 9 તારક તમે જિનરાજ કેવી રીતથી સંસારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તારતા સંસારીઆ આશ્ચર્ય છે પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. 10 હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હણ્ય, ક્ષણ માત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હુયે; જે પાણી અગ્નિ માત્રને બુઝાવતું પળવારમાં, તે પાણીને વડવાળે પીધું ને શું ક્ષણવારમાં? 11 હે સ્વામિ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહો! નિજ હૃદયમાં ધાર્યા થકી, અતિ લઘુપણે ભવરૂપ દરિયે સહેજમાં તરી જાય છે, અથવા મહાન જ તણે મહિમા અચિંત્ય ગણાય છે. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust