________________ હે ઈશ જ્યારે પ્રથમથી આપે હણે તે ક્રોધને, આશ્ચર્ય ત્યારે કેમ બાળ્યાં કર્મરૂપી ચેરને; અથવા નહિ આ અવનિમાં શું દેખવામાં આવતું, શીતળ પડે જે હિમ તે લીલા વનને બળતું. 13 હે જિન! યોગી આપને પરમાત્મરૂપેથી સદા, નિજ હૃદયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતાં પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભવે, શું કમળકેરી કણિકાના મધ્યવિણ બીજે સ્થળે ? 14 ક્ષણમાત્રમાં જિનરાજ ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તીવ્ર અગ્નિતાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ સેનું થાય છે. 15 હે જિન! હંમેશાં ભજન જે દેહના અંતર વિશે, ધરતા તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ છે? અથવા સ્વભાવ મહાજન મધ્યસ્થને એ સદા, વિગ્રહતણે કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથી. 16 નહિ ભેદ હે પ્રભુ આપને આત્માવિશે એ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નક્કી જે જળ વિશે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે, તે જળ ખરેખર વિષના વિકારને શું ન હરે? 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust