________________ 68 કલ્યાણમદિર સ્તોત્ર ઘટી જાય છે અને તે પણ તરવા ગ્ય બની જાય છે, અર્થાત તે તરવાની યેગ્યતા પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે સંસારી જીવ ઘણુ કર્મભારથી લદાયેલું હોવાને કારણે ખૂબ વજનદાર હેય છે. કદના પ્રમાણમાં વજન એટલું વધારે હોય છે કે તેનામાં તરી શકવાની ગ્યતા હોતી નથી. પ્રભુને આત્મા સંપૂર્ણ રીતે કર્મમળ રહિત હોવાથી અત્યંત હળવે હોય છે. આવા હળવા પવિત્ર પ્રભુજી જ્યારે સંસારી જીવના હૃદયમાં સ્થાપિત થાય છે ત્યારે તે જીવનું કદના પ્રમાણમાં વજન ઘટી જાય છે અને જીવ સંસાર–સમુદ્ર તરવા સમર્થ બને છે. આ ઘટનાથી આચાર્યજી આપણને વાકેફ કરે છે કે મેં પણ મારા હૃદયમાં શુદ્ધાત્મા પ્રભુજીને બિરાજમાન કર્યા છે, તેથી સમગ્રપણે જોતાં મારામાં હળવાશ પ્રવેશી છે, અને તેથી સંસાર-સમુદ્ર તરવા હું અધિકારી થયે છું; અને પ્રભુના આધાર અને મળેલા અધિકારની રૂએ મારું આરંભેલું ગુણસ્તવન ગ જ છે. (10) . यस्मिन्हर प्रभृतयोऽपि हतप्रभावा:: सोऽपि त्वया रतिपति: क्षपितः क्षणेन / विध्यापिता हुतभुजः पयसाऽथ येन . . पीत न किं तदपि दुर्धरवाडवेन / / 11 . હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હ, : - ક્ષણ માત્રમાં તે રતિપતિને હેજીમાં આપે હ; જે પાણે અગ્નિ માત્રને બુઝાવતું પળવારમાં, .." - તે પાણીને વડવાનળે પીધું ને શું ક્ષણવારમાં?. 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust