________________ 58 કલ્યાણમંદિર સ્તોત્ર ગેવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મૂકાએ સદ્ય જેવાં નાસતા ચેર થકી. 9 પ્રભુજીનાં દર્શન માત્રને જે પ્રભાવ છે તે પ્રભાવ વર્ણન વતાં આચાર્યજી આ કડીમાં હૃદય ખેલીને જણાવે છે કે, હે જિનેન્દ્ર પ્રભુ! મનુષ્યને આપનાં દર્શન થતાં, તે દર્શન માત્રથી જ ભય પ્રેરનારા સેંકડો દુખે સહજપણે ટળી જાય છે, જેમ ચારે બાજુ પ્રકાશ ફેલાવનાર સૂર્યના પ્રગટ થવાથી અથવા ગોવાળની માત્ર દૃષ્ટિ પડવાથી જ ચેરલેકે પિતે ચેરી જતાં પશુઓને છોડી નાસી જાય છે.” અર્થાત સૂર્ય કે પશુપાલકની દષ્ટિથી જેમ ચેર ડરે છે તેમ પ્રભુની દૃષ્ટિથી દુઃખ ડરે છે. આઠમી કડીમાં, જે કોઈ જીવ પ્રભુને હદયમાં સ્થાપે તે સર્વને પ્રભુનાં કેવાં મહાભ્યને પરિચય થાય છે તે આચાર્યજીએ વર્ણવ્યું છે. પ્રસ્તુત કડીમાં, જે જીવ પ્રભુનાં દર્શન કરવાને લાભ પામે તે કેવા ઉત્તમ ફળને પ્રાપ્ત કરે છે તે વર્ણવ્યું છે. પૂર્વની કડીમાં, પ્રભુને હૃદયમાં સ્થાપન કરનાર જીવ કઈ પણ ગતિમાં રહેલું હોય તે પણ એમને મહિમા અનુભવવા ભાગ્યશાળી થાય છે, તે સ્પષ્ટ રીતે આચાર્યજીએ બતાવ્યું છે અને આ કડીમાં માત્ર મનુષ્યગતિમાં અનુભવવા મળતું એ પ્રભુને મહિમા પ્રગટ કર્યો છે. એને અર્થ એટલે જ છે કે આ પ્રકારનો અનુભવ મુખ્યત્વે મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે, અને અન્ય ગતિઓમાં આવે અનુભવ ભાગ્યે જ થવા યોગ્ય છે. આ પરથી એ વિચારણા જાગે છે કે એમાં એવી ક્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust