________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ૭ છે, આથી મિથ્યાત્વાદિ અનેક કર્મે આત્માની વિભાવ અવસ્થામાં સર્ષની જેમ તેને ચિટકી પડે છે. પણ તે ભરડામાં દબાયેલે જીવ જે એથી છૂટવાના ભાવ કરી મયૂરરૂપ પ્રભુને હૃદયમાં સ્થાપે તે આ કર્મો આત્મા પાસે રહી શકતા નથી. આત્મા આમ ચંદનવૃક્ષની જેમ કર્મ અને સર્વજ્ઞ બંનેને સુખરૂપ છે. પણ તેને સુખરૂપ કેણ તે નકકી કરી, તેને આમંત્રણ આપવું એ તેની સ્વતંત્રતાની વાત છે. તે પોતે જે થવા ધારે તે થઈને રહે છે. કર્મના ભારથી દબાવા ઈચ્છે છે તેમ બને અને પ્રભુના ધ્યાનમાં લીન બની કર્મરહિત થવા ઈચ્છે તે તેમ બને. આ સ્થિતિ સૂક્ષમ વિચારણા માગી લે છે અને પ્રભુનો મહિમા માગ્યા વિના માણવા મળતો નથી એ સૂક્ષ્મજ્ઞાનને વિવેક તેમાંથી સમજાય છે. વીતરાગ પ્રભુ, વીતરાગ થવા ઇચ્છનારને તેમ થવા માટે સંપૂર્ણ સહાય કરે છે, અને વિજયી નિવડે છે એ સિદ્ધાંત અહીં વણાયેલ જોઈ શકાય છે. (8) આ અગત્યના સિદ્ધાંતની પુષ્ટિ માટે આચાર્યજી આ પછીની કડીમાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે - मुच्यत एव मनुजाः सहसा जिनेन्द्र रौद्ररुपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि / गौस्वामिनि स्फुरति तेजसि दृष्टमात्रे ___ चौरै रिवाशु पशवः प्रपलायमानैः / / 9 દર્શન અહો જિનેંદ્રમાત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust