________________ - 59 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રકારની વિશેષતા છે કે જે માટેની પાત્રતા વિશેષપણે પ્રગટ થાય છે? એ તપાસતાં પહેલાં તે અનુભવ જોઈએ. ભુના મુખદર્શનથી થતો અદ્ભુત પ્રભાવ આ કડીમાં આચાર્યજી વર્ણવે છે. મનુષ્યને પ્રભુનાં મુખનું દર્શન બે પ્રકારે થાય છે. પ્રભુ જ્યારે સર્વજ્ઞરૂપે બિરાજતા હોય, સિદ્ધ થયા ન હોય તે વખતે પ્રત્યક્ષ દર્શનનો લાભ મનુષ્યને થાય છે, અને જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રભુ બિરાજમાન ન હોય ત્યારે પ્રભુનાં મુખદર્શનને લાભ મનુષ્યને ભાસમાં મળે છે. મનુષ્યનું ચિત્ત પ્રભુમાં એકાગ્ર બને છે અને ત્યારે તેને પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના થાય છે. તે વખતે પ્રભુ પ્રત્યક્ષપણે બિરાજમાન ન હોય તે તે પ્રભુનાં દર્શનનો લાભ ન પામી શકે એમ નથી. તે વખતે ચિત્તની સ્થિરતાના સમયે ભાસરૂપે પ્રભુદર્શનનો લાભ તેને મળે છે. વળી પ્રભુ પ્રત્યક્ષપણે હોય, છતાં એવા ઘરના સ્થળે કે એવી અન્ય જગ્યાએ હોય કે મનુષ્ય ત્યાં દર્શન કરવા પહોંચી શકે તેમ ન હોય, તે તે વખતે પણ ચિત્તસ્થિરતામાં તે મનુષ્ય પ્રભુદર્શનને લાભ ભાસમાં મેળવી શકે છે. વળી પ્રભુદર્શનની તીવ્ર ઝંખના કે ભાવના ન હોય તે પ્રત્યક્ષ રહેલા સર્વાને મનુષ્ય સર્વજ્ઞપણે ઓળખી શક્તો નથી. કારણ કે પ્રભુને બાહ્યશથી પ્રભુસ્વરૂપે ઓળખવા એ અત્યંત મુશ્કેલ વાત છે. એ ઓળખ માત્ર આંતરગુણ ધરાવનારથી થાય છે. એ ગુણમાં વિશિષ્ટ અને અગત્યને ગુણ તે પ્રભુને ઓળખવાની અને પ્રભુનાં દર્શન કરવાની તીવ્ર અદમ્ય ઈચ્છા છે, અને સાચી ભાવના વગર પ્રભુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust