________________ કલ્યાણમંદિર તેત્ર 51 જીવને આચાર્યજી ગ્રીષ્મના તાપમાં દુઃખી થતા મુસાફર જેવા ગણાવે છે, અને એમાં લેશ પણ શીતળતા આપનાર જે કઈ હેક્ય તે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નામ મરણ છે. તેમ જણાવે છે. પ્રભુના નામનું સ્મરણ કરવાથી જીવ સંસારમાંત્રણે લોકમાં ઉપદ્રવિત થતા પરિતાપથી બચી શકે છે એ મહિમા છે. પ્રભુનું સ્મરણ રહે કયારે? જ્યારે પ્રભુમાં પ્રેમ ઉદ્ભવે ત્યારે, પ્રભુ પ્રત્યે સમર્પણભાવ આવે ત્યારે. આ સમર્પણભાવ આવે ત્યારે પ્રભુ પિતાના ભક્તને પિતાના જે જ બનાવવા પુરુષાર્થ કરે છે અને જેમ જેમ ભક્ત વીતરાગદશા તરફ વળતો જાય છે તેમ તેમ પોતાનું શાંતસ્વરૂપ છે, પ્રગટાવી સંસારના પરિતાપોથી બચતે જાય છે, એ મહિમા છે કે પ્રભુના નામસ્મરણને છે. જે સાચા ભાવથી સ્મરણ કરવામાં ન આવે તે સ્મરણ કરનારની પાસે દુઃખો આવી શક્તા નથી. માત્ર સ્મરણથી જ આવું કાર્ય થઈ શકે તે તેમની સ્તુતિ કરવાથી કેવું અદ્ભુત પરિણામ આવે? એ મહિમા વર્ણવવો* એ પણ આચાર્યજીને પિતાના ગજા બહારની વાત લાગે છે. તેઓ ચિંતવી શકતા નથી કે એ મહિમા કેટલે અદ્ભુત હશે. તેથી તે તેઓ કહે છે કે - . . “અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે! તુજ નામ પણ સંસારથી ઐક્યનું રક્ષણ કરે.” આ પંક્તિઓ વાંચતાં આપણને શ્રી માનતુંગાચાર્ય વિરચિત “ભક્તામર સ્તોત્ર”ની નવમી કડીની નીચેની પંક્તિઓની સ્મૃતિ થાય છે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun'Aaradhak Trust