________________ 52 - કલ્યાણમંદિર સ્તોત્ર દૂર રાખે સ્તવન કરવાં આપનાં એકધારા, પાપ નાસે જગજનતણું નામ માત્ર તમારા.” બંનેના શબ્દો જુદા હોવા છતાં ભાવની સમાનતા કેવી અદ્ભુત છે! બંનેને શ્રી તીર્થકર પ્રભુની સતત સ્તુતિ તથા નામસ્મરણને અદ્ભુત મહિમાની સમાન અનુભૂતિ થઈ છે. એ પરથી શ્રી તીર્થંકર પ્રભુના મહિમાને કેટલેક પરિચય આપણને થાય છે અને જ્ઞાની પુરુષનાં નીચે જણાવેલા વચનની સાક્ષી પણ મળી રહે છે. કોટિ જ્ઞાનીને એક અભિપ્રાય હોય છે, એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય હેય છે.” આત્માની ઉચ્ચ અવસ્થાએ બિરાજતી બે અદ્ભુત વ્યક્તિઓશ્રી માનતુંગ આચાર્ય અને શ્રી સિદ્ધસેન દિવાકર-સર્વજ્ઞ પ્રભુને કે સમાન મહિમા અનુભવે છે? આવા અદ્ભુત મહિમાના અનુભવના પરિણામમાં તેઓ સ્તુતિની રચના કરવા, અનેક મર્યાદાઓ નડવા છતાં પણ તત્પર બને તેમાં શું નવાઈ છે? આચાર્યજીએ પિતે અનુભવેલા આ મહિમાને વિશેષ સ્પષ્ટ કરતાં આઠમી કડીમાં ગાયું છે કે - हद्वतिनि त्वयि विभो शिथिली भवति जतोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः / .. सद्यो भुजगममया इव . मध्यभागम्. अभ्यागत वनशिखंडिनि वंदनस्य / / 8 .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust