________________ 50 કલ્યાણમંદિર સ્તોત્ર દુઃખના ઝપાટામાં જે કંઈ શાંતિ અનુભવાય છે તેનું નિમિત્ત સપુરુષ જ હોય છે એવું વિચારતાં સમજી શકાય છે. સંસારમાં ક્યાંય સુખ નથી. તેમાં રહેતા જીવે ચારે બાજુથી અનેક પ્રકારની મુશ્કેલીઓ જ અનુભવ્યા કરે છે અને ચારે બાજુથી સંકટમાં ઘેરાયેલું હોવાથી દુઃખ જ અનુભવ્યા કરે છે. ત્યાં રાહતને દમ મળ પણ અતિ મુશ્કેલ જણાય છે. આ સ્થિતિને અનુભવ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને પણ થાય છે. તે પછી તેનાથી નીચી અવસ્થાવાળાનું તો પૂછવું . જ શું? તેમને તે મેમેષ જેટલી શાતા પણ અનુભવવા મળતી નથી. સંસારનું આવું દુઃખથી ભરપૂર સ્વરૂપ ગ્રીષ્મઋતુના પ્રખર તાપવાળા દિવસના ઉદાહરણથી વિવક્ષિત કર્યું છે. આવા દુઃખઝરતા સંસારમાં અનંત જીવો સાચા ભાન વગર આથડ્યા જ કરે છે. ગ્રીષ્માતુના તાપઝરતા દિવસના પ્રવાસમાં શીતળતા આપનાર કમળતળાવ પાસેથી આવતી ઠંડી લહેર માણતા પસાર થવાનું ભાગ્ય તે કઈક વિરલાને જ સાંપડે છે. બાકી તે તે તાપ સહન કરતાં કરતાં જ પ્રવાસ આગળ વધારવાનું હોય છે. તેમ આ સંસારમાં શીતળતા આપનાર પ્રભુસ્મરણ તે અત્યંત પુણ્યના ભેગે જ પ્રાપ્ત થાય છે, બાકીના છ તે સતત દુઃખ ભગવ્યા જ કરે છે.. આ સંસારમાં જીવે ચારે બાજુથી કેઈ ને કોઈ પ્રકારે પરિતાપ સહન કરતા રહે છે, અને અતિ દુઃખી થતા રહે છે. સંસારના દાવાનળ જેવા દુઃખના સમુહમાં તરફડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust