________________ કલ્યાણમંદિર સ્તંત્ર 49 આંખને પણ ખૂબ શીતળતા આપે છે. ચારે બાજુની સંકટની પરિસ્થિતિમાં કમળતળાવના શીતળ પવનને સહારે તે મુસાફરને કેટલે લાભકારી થાય એ અંદાજ કાઢવે આ પરિ. સ્થિતિને વિચાર કરતાં જરાય મુશ્કેલ નથી. આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવાને હેતુ પ્રગટ જ છે. શ્રી આચાર્યજી જણાવે છે કે કમળતળાવ પરથી થઈને આવત પવન, ગ્રીષ્મના અસહ્ય તાપથી દાઝતા મુસાફરને જેવો શાતાકારી થાય છે, તેવું શાતાકારી પ્રભુનું નામસ્મરણ, સંસારના અસહ્ય તાપથી દાઝતા જેને થાય છે. આ સંસાર એ ગ્રીષ્મ ત્રતુના લૂ ઝરતા પવન જેવો છે. તેમાંથી સતત દુઃખનો દાવાનળ પ્રગટ્યા જ કરે છે. જીવ સુખ મેળવવા ઝાવા નાખ્યા જ કરે અને તેને સતત દુઃખનો અનુભવ થયા જ કરે. સંસારમાં કયાંય એક અંશ પણ સાતાને નથી એવું જ્ઞાનીઓ પિકારી પિકારીને કહી ગયા છે, અને પ્રત્યેક જીવ અનુભવ કર્યા કરે છે. પણ છતાં ય તેનાં સુખ માટેનાં વલખાં ઓછા થતાં નથી. સંસારમાં રખડતા જીવો એ લૂથી દાઝતા મુસાફર છે. નિત્ય નિગોદથી શરૂ કરી મોક્ષ સુધીના પ્રવાસમાં ચારે ગતિમાં તે પરિભ્રમણ કરે છે, અને પ્રત્યેક ગતિમાં તે સંસાર દુઃખને અનુભવ કરી દાઝયા જ કરે છે. આ પરિતાપની વચ્ચે રહેતા જેને પ્રભુનું નામસ્મરણ કમળતળાવ પર થઈને આવતા શીતળતા સભર પવન જેવું શાતાકારી નીવડે છે. મેનમેષથી શરૂ કરી શૈલેશી અવસ્થા પર્વતની શાતાનું કારણ એક સપુરુષ જ છે એ અભિપ્રાય સર્વ શાનીઓને છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust