________________ કપ કલ્યાણમંદિર સ્તોત્ર શ્રદ્ધા હોય છે, અને એ જ પ્રભુને સર્વ સોંપ્યું હોવાને કારણે, એ કાર્ય પૂરતું પ્રભુનું સામર્થ્ય પોતાનું બની જતું હોય છે. તેની સાચા ભક્તને ખાતરી જ હોય છે કે પોતે આરંભેલું ઉત્તમ પવિત્ર કાર્ય પ્રભુની કૃપા તથા પ્રેરણાથી સફળ થવાનું જ હોય છે, અને પિતાની મર્યાદાના બંધન તૂટી પ્રભુની વિશાળતા સુધી પહોંચીને કાર્ય થતું હોવાથી તેમાં ખામી પણ રહી શકે તેમ નથી. આ રીતે જોતાં અનેક મર્યાદા હોવા છતાં આચાર્યજી આરંભેલા ઉત્તમ કાર્યને શા માટે વળગી રહે છે તેનું થોડું રહસ્ય પ્રગટ થતું જણાય છે, અને એ દ્વારા એ પણ સમજાય છે કે આચાર્યજીને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાના જેરથી જ પ્રભુ ગુણ ગાવાના અદમ્ય ઉત્સાહને તેઓ જારી રાખે છે. સાચા ભક્ત વિના આમ બનવું સંભવિત નથી. આટલું કર્યા પછી, પિતાની શ્રદ્ધાને બિરદાવતું ઉદાહરણ તેઓ પૃથ્વીના ઉછરંગેથી શોધી કાઢે છે. તેઓ પ્રભુને જ પ્રશ્ન કરે છે કે શું મનુષ્યની ભાષાથી અજાણ હોવા છતાં પણ પક્ષીઓ પિતાનું વક્તવ્ય, પોતાની જ ભાષામાં મનુષ્યને સમજાવવાનો પ્રયત્ન કરતા નથી? પક્ષી તથા મનુષ્ય બંને એકબીજાની ભાષાથી અજાણ છે, અને બંને કુદરતના સાનિધ્યમાં ખેલતા જેવો છે. બંને ખીલેલી કુદરતને આનંદ સમાન રીતે માણતા હોવા છતાં, એમાંથી પ્રગટત આનંદ, મનુષ્ય પિતાનું ડહાપણ વાપરી, પિતાની ભાષાથી અજાણ એવા પક્ષીઓ સમક્ષ વ્યક્ત કરતાં ખચકાય છે, ત્યારે પક્ષીઓ એવા પ્રસંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust