________________ કલ્યાણમંદિર તેત્ર પિતાનો આનંદ મનુષ્ય સમક્ષ મધુર કલરવ કરીને વ્યક્ત કરતાં જરા પણ ખંચકાતા નથી. તેઓ વાણની–ભાષાની મર્યાદા વિશે લક્ષ કર્યા વિના, કુદરતમાં જ શ્રદ્ધા રાખી પોતાને ગ્ય લાગે તે કયે જાય છે. પરિણામે આપણે અનુભવીએ છીએ કે પક્ષીના એ ગુંજારવ અને કલરવને આનંદ આપણે મનુષ્ય માણી શકીએ છીએ, ભાષાની મર્યાદાઓ નડતી હોવા છતાં. આ ઉદાહરણ દ્વારા આપણું લક્ષ આચાર્યજીની વાણી પર નહિ, પણ તેમના ગુંજારવ પર કેન્દ્રિત થાય છે. પ્રભુના ગુણોના સ્મરણથી પ્રગટ થતા અત્યાનંદ આચાર્યજી એ રીતે પ્રગટ કરે છે કે આપણને તેમને નડતી વાણીની મર્યાદાનું ભાન પણ થતું નથી, આપણે તે તે રચનામાંથી ટપક્યાં આનંદ રસમાં જ નિમગ્ન બનતા જઈએ છીએ, અને તેમની સાથે સાથે એ આનંદને રસપાનમાં તદ્રુપ થતા જઈએ છીએ. આ જ એમની કાવ્યશક્તિને સારો પરિચય છે. તેમની અનુભૂતિમાં આપણું અનુભૂતિ સમાઈ જાય છે. (6) આમ છ કડી સુધી આચાર્યજીએ પિતે આરંભેલું પ્રભુની સ્તુતિ કરવાનું કાર્ય કેટલું મહાન, કેટલું વિસ્તૃત અને કેટલું કઠિન છે તે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. આ મહાન કાર્ય માટે જોઈતી શક્તિ પિતામાં નથી, એવી પિતાની અલ્પતા સ્પષ્ટ કરી છે. તેમ છતાં તેઓ આ કાર્ય શા માટે કરે છે તેનું રહસ્ય વિશેષતાઓ આપણને સાતથી નવ એ ત્રણ કડીમાં જાણવા મળે છે. અર્થાત્ સ્તુતિ રચના પાછળને હેતુ આ કડીઓમાં પ્રગટ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust