________________ * કલ્યાણ મંદિર સ્તોત્ર તેવા અંતરા વચ્ચે પણ આરંભેલું કાર્ય પૂર્ણ કરવું એ બીજું લક્ષણ રાખવા તત્પર બન્યા જણાય છે. - ત્રીજી પંક્તિમાં આચાર્યજી કહે છે કે ગજ ઉપરાંતનું કાર્ય કરવાના મનોરથ સેવવા અને પાર પાડવા પ્રવૃત્ત થવું એ વિદ્વાનનું લક્ષણ નથી, પણ વિચાર-હીનનું લક્ષણ છે. વિદ્વાન અથવા તે ડાહ્યો માણસ પિતાની મર્યાદા સમજીને, શક્તિ અનુસારનું જ કાર્ય ઉપાડે, અને તે પૂર્ણ કરે. પિતાની શક્તિ અનુસારનું કાર્ય ઉપાડી પૂર્ણ કરે તે ડાહ્યો માણસ, અને પોતાની શક્તિ બહારનું કાર્ય ઉપાડી પાર પાડે તે મહાન માણસ. આ વ્યાખ્યાને અનુસરી આપણે આચાર્યજીને દરજજો નક્કી કરે હોય તે? પણ આચાર્યજી એ તરફ અંગુલી નિર્દેશ પણ કરતાં નથી. તેઓ તે બીજો કોઈ હેતુ સાધવા પ્રયત્ની હોય તેમ જણાય છે. તેમના મતે ડાહ્યો માણસ પિતાની શક્તિ માપીને જ પિતાથી થાય તેવું કાર્ય ઉપાડે છે, ત્યારે અવિવેકી જ પિતાની શક્તિ-મર્યાદાની બહારનું કાર્ય કરવા ઉત્સાહ બતાવે છે. આમ જણાવી આચાર્યજી પિતાની અલ્પતા પ્રગટ કરે છે કે પોતે ગજા બહારનું કાર્ય કરવા પ્રવૃત્ત થયા છે. પરંતુ તેમની આ અલ્પતામાં જ આપણને સાચા ભક્તનાં દર્શન થાય છે. વિદ્વાન જીવ પિતાની શક્તિ અનુસાર કાર્ય કરે છે તે સાચું, પણ ભક્ત તે પિતાનું સર્વસ્વ જ સર્વજ્ઞ પ્રભુને સંપ્યું હોય છે. એટલે તેણે પિતાની શક્તિને વિચાર કરવાને બદલે, સર્વ સમર્થ પ્રભુની શક્તિમાં જ વિશ્વાસ રાખવાનું હોય છે. પિતાની ગમે તેટલી મર્યાદા હેવા છતાં, પ્રભુના સામર્થ્યમાં તેને અતૂટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust