________________ કલ્યાણમંદિર તેત્ર 43 લબ્ધિ શક્તિવાળા ઇન્દ્રોની હજાર જીભ પણ પ્રભુગુણ યથાર્થ વર્ણવી શકતી નથી એ આગળની કડીમાં આપણે જોયું, અને અહીં બતાવ્યા પ્રમાણે આત્મવૈભવી ગીઓ પણ પ્રભુગુણ યથાર્થ વર્ણવવા શક્તિમાન નથી. આમ પ્રભુના ગુણોને મહિમા એ અદ્ભુત છે કે તેને વર્ણવવા જતાં સહુને મર્યાદા નડે છે. માત્ર તે મહિમાને અનુભવ જ કરી શકાય છે, પ્રગટ વર્ણવી શકાતે નથી. આમ માત્ર અનુભવગોચર એવા પ્રભુના ગુણો ગાવા મહા સમર્થ યેગીઓ પણ શક્તિમાન નથી. એવા યેગીઓના પડછામાં પિતાનું સામર્થ્ય કેટલું અલ્પ છે તે આચાર્યજી અહીં બતાવે છે, અને તેથી જ પ્રભુને પ્રશ્ન કરે છે કે તે પછી મારી શક્તિથી હું તમારા ગુણોનું વર્ણન કઈ રીતે કરી શકું? આચાર્યજીને સ્પષ્ટ જણાય છે કે પોતે ઉપાડેલું પ્રભુ સ્તુતિનું કાર્ય પોતાના ગજા ઉપરાંતનું છે. આવી પરિસ્થિતિ હોવા છતાં આચાર્યજી આરંભેલું કાર્ય અધવચથી છોડવા તૈયાર નથી, બલ્ક પૂર્ણ કરવા કટિબદ્ધ થયા છે, તે પાછળની બે પંક્તિઓમાં તેમણે લીધેલા વળાંક પરથી સ્પષ્ટ થાય છે. સંસ્કૃતમાં એક શુભાષિત છે કે : अनारम्भो हि कार्याणां प्रथमम् बुद्धि लक्षणम् / आरब्धस्यान्त गमनम् द्वितीयम् बुद्धि लक्षणम् / / .. કાર્ય આરંભ જ ન કરે એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે, અને આરંભેલું કાર્ય પૂર્ણ કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. આચાર્યજીએ પહેલું લક્ષણ તે રાપર્યું નથી, તેથી ગમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust