________________ વિનંતિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત ભક્તિભાવે કોટી કોટી નમસ્કાર હો, નમસ્કાર હો. હે નાથ ! આવા પંચમ કઠણ કળિકાળમાં આપ ભાવિક ભક્તોની આશા પૂર્ણ કરે છે. મારી પણ ઘણું ઘણું આશા પૂર્ણ થાય એવા પરચા આપી, પ્રભુ ધર્મના આધારે ટકાવી તમે ઉપકાર કર્યો છે. તે હવે આ સંસારનાં જન્મ-મરણાદિ દુઃખથી મને રહિત કરે, રહિત કરે. હે નાથ ! આ જીવે અનાદિકાળથી મન, વચન અને કાયાના ગે કરી ચોરાસી લાખ જીવા નિના જીવને હાલતાં ચાલતાં શારીરિક, માનસિક કિલામના પરિતાપ ઉપજાવ્યા હોય તે આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાવું છું. મારાં તે સર્વ પાપ નિષ્ફળ થાઓ, નિષ્ફળ થાઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust