________________ 35 કલ્યાણમંદિર સ્તોત્ર મહિમા વર્ણવતા અલ્પશક્તિવાનને થાય છે. આ વિકટતામાંકર્મોના ઉલ્કાપાતમાં, અનેક ઉપસર્ગ અને અંતરાની વચ્ચે આચાર્યજી આ દુષ્કર કાર્ય કેમ ઉપાડે છે તેનું રહસ્ય આ પછીની કડીઓમાં ધીમે ધીમે પ્રગટ થતું જણાય છે. બાર વર્ષ સંઘની બાર રહી, પરધમ વચ્ચે વસવાની શિક્ષા એ કર્મને ઉલ્કાપાત આચાર્યજી માટે ગણી શકાય. (4) अभ्युद्यतोऽस्मि तव नाथ जडाशयोऽपि / कर्तुं स्तव लसदसंख्य गुणाकरस्य / बालोऽपि किं न निजवाहुयुग वितत्य विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः / / 5 દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ કરવા સ્તુતિ પણ મંદબુદ્ધિમાન છું; શું બાળ પણ કેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિ તણા વિસ્તારને. 5 આચાર્યજી પોતે આરંભેલા આ વિકટ કાર્યના રહસ્યને પડદે ઉપાડવાની શરૂઆત કરતાં પ્રભુને કહે છે કે જેમ બાળક પણ પિતાની સમજણ પ્રમાણે સમુદ્રને વિસ્તાર જણાવવાને પિતાના બેઉ હાથ પ્રસારે છે તેમ હે નાથ ! હું પણ મંદ બુદ્ધિવાળા હોવા છતાં તમારા અસંખ્ય તેજસ્વી ગુણોની ખાણનું વર્ણન કરવાને ઉદ્યમી થે છું. ' એક નાનું બાળક સમુદ્રની વિશાળતાથી પ્રભાવિત થઈને, તેને વિસ્તાર દર્શાવવા પિતાની મતિ અનુસાર ઉદ્યમી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust