________________ 34 કલ્યાણમંદિર સ્તોત્ર બેસે તે અનેક જન્મે પણ એ કાર્ય પૂર્ણ થઈ શકે નહિ. જીવની મતિ શક્તિની અલ્પતા હોવાથી પ્રભુ ગુણ ગાવા માટેનું સાધન મર્યાદિત થઈ ગયું છે. ત્રીજી અને ચેથી કડીમાં આચાર્યજી આપણને એ જણાવે છે કે પ્રભુ ગુણ ગાવાનું કાર્ય કેટલું કઠિન તથા કેટલું મહાન છે ! જેને પ્રભુની સાચી ઓળખ નથી તે તે પ્રભુને મહિમા ન સમજાવી શકે એ બરાબર છે, પણ જેને પ્રભુની સાચી ઓળખ છે એવી વ્યક્તિને પણ પ્રભુને મહિમા સમજાવ અત્યંત કઠિન છે તે પ્રત્યક્ષ કરાવ્યું છે. આથી આપણું મુસીબત એ વધે છે કે તે પછી આચાર્યજીએ આ કાર્ય ઉપાડયું શા માટે? અપ્રગટ ધ્વનિ એમ સમજાય છે કે પિતાના મેહનો નાશ થવાથી કેટલાક ગુણો પોતામાં પ્રગટ્યા છે અને એથી પ્રભુને પરિચય સારી રીતે આચાર્યજીને થયું છે. આ પરિચય એ અદ્ભુત છે કે તે પરિચય વ્યક્ત કરે ગમે તેવો કઠિન હોવા છતાં પણ તે અન્યને સુખના ભાગીદાર કરાવવા માટે વ્યક્ત કરવા જરૂરી છે, તેને આનંદ શમા શમી શકે એ નથી. આથી સ્વશક્તિની મર્યાદાનું પૂરેપુરું ભાન હોવા છતાં આચાર્યજી આ મહાન કાર્ય કરવા પ્રવૃત્ત થયા છે. સ્વશક્તિની મર્યાદા અહીં થોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ભયંકર પ્રલયકાળ વખતે સમુદ્રને રત્નરાશિ ખુલ્લે થાય છે તેને પ્રલયકાળના ઝંઝાવાતથી બચીને અપસાધનથી માપ જે દુષ્કર છે, તે જ દુષ્કર અનુભવ પ્રભુના ગુણેને શમાવ્યું અશક્તિની છતાં આચાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust