________________ વ કલ્યાણમંદિર તેત્ર થાય? સાધન અતિ અલપ હેવાને કારણે એ ખજાનાનું માપ કાઢવું લગભગ અસંભવિત જ છે. જેનું માપ કાઢવાનું હોય તેના પ્રમાણમાં તે સાધન મેટું અથવા નાનું હોવું જોઈએ. નાના સાધનથી મોટી વસ્તુનું માપ કાઢવા જતાં બધી મહેનત વ્યર્થ જાય અને મુરખમાં ખપે એ તે નફામાં. આવું જ કંઈક આચાર્યજી પ્રભુ ગુણ ગાવાની બાબતમાં પિતા માટે અનુભવે છે. જીવના સંસાર પરિભ્રમણને અંત આવવાને હોય ત્યારે તેના ભાવમાં મહાન ફેરફારે થતા જાય છે. તે જીવના કર્મસમૂહમાં ભયંકર તાંડવ રચાય છે, અને તેને-કમને નાશ થવા લાગે છે, અને છેવટે એક પણ કર્મ જીવે કરેલા તાંડવમાંથી બચી શકતું નથી. સમુદ્રના પ્રલયથી તેના પેટાળમાં રહેલા અનેક રત્ન પ્રગટ થાય છે તેમ જીવના પ્રલય તાંડવથી તેનામાં ગુપ્ત રહેલા અનેક ગુણરૂપી રત્ન પ્રગટ થાય છે. જેમ જેમ મોહ તૂટતું જાય તેમ તેમ પિતામાં ગુણે પ્રગટતા જતા હોવાથી, પ્રભુના સાચા સ્વરૂપને લક્ષ થાય છે અને સાચા રત્નસમૂહને ખ્યાલ આવે છે. પણ થોડાક જ લક્ષણે તથા ગુણોને ખ્યાલ પામ્યા પછી તેનું વર્ણન કરવું અસંભવિત જેવું છે, જેમાં માત્ર બે હાથના સાધનથી સમુદ્રને રત્નરાશિ માપ અસંભવિત છે તેમ. હજારે માઇલના વિસ્તારમાં રહેલા રત્નની પરખ કરવા કોઈ માત્ર બે હાથના સાધનને સ્વીકારીને બેસે તે તેમ કરવામાં અનેક આયુષ્ય પુરા થઈ જાય તે પણ કાર્ય પૂર્ણ થઈ શકે નહિ. એમ જ ગુણ પામવાને આરંભ કરેલે જીવ અનંત ગુણોને પરિચય આપવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust