________________ કલ્યાણમદિર સ્તોત્ર છે, અને એમ કરવામાં સાધન તરીકે ઉપયોગ કરે છે પિતાના બે નાના કેમળ હાથને. પોતે જેટલા અંશે બાહુ ફેલાવી શકે તેટલા અંશે ફેલાવીને, સમુદ્રની વિશાળતા અન્યને દર્શાવવા તે બાળક પ્રવૃત્ત થાય છે, અને તેમાં પિતાની મર્યાદા કે અશક્તિના ખ્યાલથી તે બાળક ક્ષેભ પામતું નથી. બલકે પિતે જે કંઈ વર્ણવવા ઈચ્છે છે તેને અમુક અંશે ફલિતાર્થ થતું જોઈને તે બાળક આનંદ તથા સંતોષને અનુભવે છે. પ્રસ્તુત કડીમાં આચાર્યજીની પરિસ્થિતિ કેટલેક અંશે આવા નાના બાળક જેવી જણાઈ આવે છે. બાળક સમદ્રની વિશાળતા જોઈને, તેને ફેલાવો ઠેઠ ક્ષિતિજ સુધી વિસ્તરતે જોઈને સાનંદાશ્ચર્ય પામે છે, અને ખૂબ જ ઉલ્લાસ અનુભવે છે. પ્રગટતે ઉલ્લાસ એ પ્રકારને છે કે બાળક તેને છુપાવી શક્ત નથી, તેને પ્રગટ કર્યો જ સંતોષ પ્રવર્તે છે. પછી ભલે તેને ઉલ્લાસને પ્રગટ કરવા, સમુદ્રની વિશાળતા દર્શાવવા માત્ર ચહેરે અને બે નાના બાહુ એટલું જ સાધનરૂપે પ્રાપ્ત થયું હોય. શ્રી પ્રભુ સાગર જેવા મહાન છે, ગંભીર છે અને પોતે નાના બાળક જેવા સામાન્ય બુદ્ધિના છે એવું બતાવી આચાર્યજી અહીં બે વચ્ચેનું જ્ઞાનદશાને તફાવત પ્રગટ કરે છે. બાળક અને સમુદ્ર વચ્ચે જેવો તફાવત છે તે ભક્ત અને પ્રભુ વચ્ચે તફાવત પ્રદર્શિત કર્યો છે, અને તેથી પિતે પ્રભુના ગુણેને વર્ણવવા માટે વાણીને સાધનરૂપે સ્વીકારી છે, તેને ન્યાયયુક્ત ગણે છે. બાળક બાહુને સાધન બનાવે છે, આચાર્યજી વાણીને સાધન કરે છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust