________________ કલ્યાણમંદિર સ્તોત્ર કરી શકે છે. આવા સમુદ્રના મધ્યના ઊંડાણમાં કઈ પ્રાણી ફસાય તે અન્ય સહાય વગર, માત્ર પોતાનાં બાહુબળથી તે કિનારે પહોંચી શકતા નથી, પણ તેના હાથમાં લાકડાની નાની નૌકા પણ હલેસાં સાથે પ્રાપ્ત થાય તે તેની સહાયથી તે સહિસલામત કિનારે આવી શકે છે. આમ કર્મથી લેપાયેલ જીવ સંસારની મધ્યમાં ફસાયેલું રહે છે અને ચતુર્ગતિથી બહાર નીકળી શકતા નથી, એટલે કે નિજદે ચાલી મોક્ષરૂપી કિનારે પહોંચી શકતા નથી, બલકે અનંત પ્રકારનાં દુઃખ ભગવતે ભેગવત કાળ નિર્ગમન કરે છે. આ જીવ જે સ્વચ્છેદ છેડી પ્રભુનાં ચરણનું શરણ સ્વીકારે તે તેને સમુદ્ર તરવા માટેની નૌકા પ્રાપ્ત થાય છે. એના અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણને અંત આવે છે, અને અલ્પકાળમાં મોક્ષસુખને ભોક્તા બને છે. આમ યથાર્થ રીતે પ્રભુનાં ચરણ એ સંસાર-સમુદ્રમાં ડૂબતા પ્રાણીને તરવા માટે પ્રાપ્ત થયેલી નૌકા સમાન ઉપકારી છે. એકાંતે કલ્યાણકારી, ઈચ્છિત દેનાર, અભયના આપનાર, અશુભને નાશ કરવામાં સમર્થ, સંસારમાં ડૂબતા પ્રાણીને તરવા માટે નૌકા સમાન પ્રભુનાં ચરણ અત્યંત નિર્દોષ છે. તેમના ચરણ થકી કેઈનું જરા પણ અકલ્યાણ થતું નથી. તીર્થંકર પ્રભુ જ્યારે વિહાર કરે છે, ઊભા રહે છે, દેશના આપવા વિરાજે છે, અથવા કઈ પણ ક્રિયા કરે છે ત્યારે તેમનાં ચરણ જમીનને અડતાં નથી, પણ જરા અદ્ધર રહે છે. આથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની હિંસા પણ તેમના થકી થતી નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust