________________ 22 કલ્યાણમંદિર સ્તોત્ર તેમના જીવ પણ તેમના થકી દુભાતા નથી, અને એ રીતે પ્રભુનાં ચરણ અત્યંત નિર્દોષ છે. બીજી બાજુ અન્ય જીવે આ હિંસાથી નિવર્તી શક્તા નથી. તેઓનાં ચરણ જમીનને અડે છે, જમીન સાથે ઘસડાય છે અને એ દ્વારા અનેક પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની હિંસા થાય છે, જેને અજાણતાં કર્યાને દોષ પણ લાગે છે, અને તેટલા પ્રમાણમાં આ ચરણ દોષિત કરે છે. તે જોતાં પ્રભુનાં ચરણ સંપૂર્ણ નિર્દોષ છે. પ્રભુનાં મહાસમર્થ અને અતિ પવિત્ર ચરણને વંદન કરીને આચાર્યજી આ તેત્રને પ્રારંભ કરે છે, એ ખૂબ જ સૂચક છે. જગતની સૌથી પવિત્ર વસ્તુ-પ્રભુનાં ચરણને વંદન કરી એ પવિત્રતા પિતામાં પ્રગટાવવાને અવ્યક્ત ભાવ સહેજે જણાઈ આવે છે અને આવા પવિત્ર ચરણનું ધ્યાન ધરી આરંભેલું શુભ કાર્ય પૂર્ણ થાય એવી ભાવના પણ રહી હોય એમ કલ્પી શકાય છે. (1) પિતે આરંભેલી સ્તુતિમાં કોના સ્તુત્ય ગુણ વર્ણવવા ધાર્યા છે તે આચાર્યજી બીજી કડીમાં જણાવે છે. દેવેના ગુરુ તથા મહા બુદ્ધિશાળી બૃહસ્પતિ જેવા પણ જે પ્રભુના મહિમાના સાગરનું વર્ણન કરવા સમર્થ થયા નથી, અને કમઠ નામના દૈત્યના ગર્વને બાળવામાં પ્રત્યક્ષ અગ્નિરૂપ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા આચાર્યજી પ્રવૃત થયા છે. ચારે ગતિમાં લબ્ધિ, સિદ્ધ તથા બુદ્ધિ દેવલેકમાં વિશેષ હોય છે. વિશેષ પુણ્યના ભોગવટા માંટે આ ગતિ નિમઈ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust